December 23, 2024

અનમોલ બિશ્નોઈની વધશે મુશ્કેલીઓ, સલમાન કેસમાં ખુલાસા બાદ જારી કરાયું બિનજામીનપાત્ર વોરંટ

Salman Khan firing case: સલમાન ખાનના ઘરની બહાર ગોળીબારને લઈને એક બાદ એક ખુલાસા થઈ રહ્ય છે. ત્યારે હવે લોરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલ બિશ્નોઈ વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ (NBW) જારી કરવામાં આવ્યું હતું. બિશ્નોઈ ગેંગના કથિત સભ્ય રોહિત ગોદારા સામે પણ વોરંટ જારી કરવામાં આવ્યું છે. 14 એપ્રિલે અભિનેતાના નિવાસની બહાર બનેલી ગોળીબારની ઘટનાના સંબંધમાં મુંબઈ પોલીસે આ મહિનાની શરૂઆતમાં દાખલ કરેલી ચાર્જશીટમાં લોરેન્સ બિશ્નોઈ સહિત ગોદારા અને અનમોલને ફરાર આરોપી તરીકે નામ આપવામાં આવ્યા છે.

લોરેન્સ બિશ્નોઈ હાલ અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલમાં બંધ છે. પોલીસના જણાવ્યા અનુસાર અનમોલ અને ગોદારા કેનેડામાં છે. ફરિયાદ પક્ષની અરજી સ્વીકારીને મહારાષ્ટ્ર કંટ્રોલ ઓફ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ એક્ટ (MCOCA) કેસના વિશેષ ન્યાયાધીશ બી.ડી. શેલ્કેએ અનમોલ અને ગોડેરા સામે બિનજામીનપાત્ર વોરંટ જારી કર્યું હતું.

આ પણ વાંચો: ચાંદીપુરા વાયરસને લઈ ગેનીબેને લોકસભામાં રજૂઆત કરી, આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું

ફરિયાદ પક્ષની અરજી સ્વીકારીને મહારાષ્ટ્ર કંટ્રોલ ઓફ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ એક્ટ (MCOCA) કેસના વિશેષ ન્યાયાધીશ બી.ડી. શેલ્કેએ અનમોલ અને ગોડેરા સામે બિનજામીનપાત્ર વોરંટ જારી કર્યું હતું.

ફાયરિંગ કેસમાં અત્યાર સુધીમાં 6ની ધરપકડ
આ કેસમાં છ લોકોની ધરપકડ કરવામાં આવી છે. વિકી ગુપ્તા અને સાગર પાલે કથિત રીતે 14 એપ્રિલની વહેલી સવારે સલમાનના આવાસ ગેલેક્સી એપાર્ટમેન્ટની બહાર ગોળીબાર કર્યો હતો.

આ બંનેની સાથે સોનુ કુમાર બિશ્નોઈ, મોહમ્મદ રફીક ચૌધરી અને હરપાલ સિંહ હાલમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં છે. આ કેસમાં અન્ય એક આરોપી અનુજ કુમાર થાપને પોલીસ કસ્ટડીમાં કથિત રીતે આત્મહત્યા કરી લીધી હતી.