December 24, 2024

લોરેન્સ બિશ્નોઈની ધમકીઓ વચ્ચે સલમાન ખાને દુબઈમાં દા-બેંગ ટુરની કરી જાહેરાત

Salman Khan Lawrence Bishnoi: લોરેન્સ બિશ્નોઈ ગેંગ સલમાન ખાનને મારી નાખવાની સતત ધમકીઓ આપી રહી છે. આ વચ્ચે સલમાન ખાને દુબઈમાં દા-બેંગ ટુરની જાહેરાત કરી દીધી છે. આ વિશે તેણે પોતાના સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આ વિશે જાણકારી આપી હતી. આ પોસ્ટરમાં જોઈ શકાય છે કે સલમાનની સાથે જેકલીન ફર્નાન્ડીઝ, દિશા પટણી, તમન્ના ભાટિયા, પ્રભુ દેવા, સોનાક્ષી સિન્હા, આસ્થા ગિલ, મનીષ પોલ અને સુનીલ ગ્રોવર પણ તેમાં જોવા મળી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Salman Khan (@beingsalmankhan)

શો ક્યારે થશે?
સલમાન ખાનની આ દા-બેંગ ટૂર 7મી ડિસેમ્બર 2024ના રોજ દુબઈમાં શરૂ થશે. જેની ટિકટ પણ મળવા લાગી છે. ટિકિટની કિંમતની વાત કરવામાં આવે તો AED 150 થી AED 10 હજાર સુધી શરૂ થાય છે. દા-બેંગ સલમાન ખાનના ભાઈ સોહેલ ખાનની કંપનીએ કર્યું છે. બાબા સિદ્દીકીની હત્યા પછી સલમાન ખાનની સુરક્ષામાં વધારો કરી દેવામાં આવ્યો છે. સલમાન ખાનને વાય પ્લસ સુરક્ષા આપવામાં આવી છે. કાળા હરણ શિકાર કેસને લઈને સલમાન ખાનને સતત ધમકીઓ મળી રહી છે.

આ પણ વાંચો: અનુષ્કા શર્માની સામે રડી પડ્યો હતો વિરાટ, ક્રિકેટરે શેર કરી જૂની વાત

ધમકીઓ વચ્ચે સલમાન ખાન
લોરેન્સ બિશ્નોઈ ગેંગની ધમકીઓ વચ્ચે પણ સલમાન ખાન પોતાનું કામ કરી રહ્યો છે. બાબા સિદ્દીકીની હત્યા થઈ ગઈ પછી સલમાને બ્રેક લઈ લીધો હતો. હવે સલમાન બિગ બોસ 18 હોસ્ટ પણ કરી રહ્યો છે. હવે સિકંદરનું શૂટિંગ પણ કરી રહ્યો છે.