સાળંગપુર હનુમાનજી મંદિરે દાદાને પ્રજાસત્તાક પર્વ પર તિરંગાનો વિશેષ શણગાર
સાળંગપુર: સાળંગપુર હનુમાનજી મંદિરે કષ્ટભંજન હનુમાનજી દાદાને પ્રજાસત્તાક પર્વ પર વિશેષ શણગાર કરવામાં આવ્યું હતું. હનુમાનજી દાદાના સિંહાસનને કેશરી, સફેદ અને લીલા કલરના ફૂલના તિરંગાનો અદભુત શણગાર કરાયો હતો.
હનુમાનજી દાદાને પણ આજે પ્રજાસત્તાક પર્વને લઈ વિશેષ તિરંગા કલરના વાઘા પહેરાવાયા હતા. પ્રજાસત્તાક પર્વ નિમિત્તે કરાયેલો આજનો વિશેષ શણગાર લોકોના આકર્ષણનું કેન્દ્ર રહ્યું હતું. હરિભક્તોમાં દાદાના દર્શન સાથે રાષ્ટ્ર ભક્તિ જોવા મળી હતી.