November 6, 2024

‘મને પણ ઑફર મળી હતી…’, બજરંગ-વિનેશના રાજકારણમાં પ્રવેશ પર સાક્ષી મલિકનું નિવેદન

Vinesh Phogat Enter In Politics: પૂર્વ ભારતીય રેસલર વિનેશ ફોગાટે અંગત કારણોસર શુક્રવારે ભારતીય રેલ્વેમાંથી રાજીનામું આપી દીધું છે. તેમના કોંગ્રેસ પાર્ટીમાં જોડાવાની અટકળો તેજ થઈ ગઈ છે. આ સાથે જ ટોક્યો ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીતનાર બજરંગ પુનિયાના કોંગ્રેસમાં જોડાવાની પણ અટકળો ચાલી રહી છે. આ દરમિયાન બજરંગ અને વિનેશને લઈને રિયો ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ વિજેતા રેસલર સાક્ષી મલિકનું નિવેદન પણ સામે આવ્યું છે.

સાક્ષી મલિકે નિવેદન આપતા જણાવ્યું છે કે, ‘પાર્ટીમાં જોડાવું તે તેમની અંગત પસંદગી છે. હું માનવું છે કે આપણે ત્યાગ આપવો જોઈએ. અમારું આંદોલન અને મહિલાઓ માટેની લડતને ખોટી ધારણા ન આપવી જોઈએ. મારા તરફથી આંદોલન ચાલુ છે. મને ઑફર્સ પણ મળી હતી, પરંતુ હું અંત સુધી જોવા માંગતી હતી કે મેં શું શરૂ કર્યું હતું. જ્યાં સુધી ફેડરેશનની સફાઇ નહીં થાય અને મહિલાઓનું શોષણ બંધ નહીં થાય ત્યાં સુધી મારી લડત ચાલુ રહેશે. આ લડાઈ વાસ્તવિક છે અને તે ચાલુ રહેશે.

વિનેશે X પર લખ્યું, ‘ભારતીય રેલ્વેમાં સેવા આપવી એ મારા જીવનનો યાદગાર અને ગર્વનો સમય હતો. મેં મારી જાતને રેલ્વેની સેવામાંથી અલગ કરવાનો નિર્ણય લીધો છે અને ભારતીય રેલ્વેના સંબંધિત અધિકારીઓને મારું રાજીનામું મોકલી દીધું છે. વિનેશે લખ્યું, ‘મને રેલ્વે દ્વારા દેશની સેવા કરવાની તક આપવા બદલ હું ભારતીય રેલવે પરિવારનો હંમેશા આભારી રહીશ.’ પેરિસ ઓલિમ્પિકમાં 50 કિગ્રાની ગોલ્ડ મેડલ મેચ પહેલા અયોગ્ય જાહેર થયા બાદ વિનેશે કુસ્તીમાંથી નિવૃત્તિ લઈ લીધી હતી. તેની અપીલ કોર્ટ ઓફ આર્બિટ્રેશન ફોર સ્પોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવી હતી.

તો, આ પહેલા વિનેશ ફોગાટે કોંગ્રેસમાં જોડાતા પહેલા રેલવે માંથી રાજીનામું આપી દીધું છે. તેમણે ટ્વિટર (X) પર પોસ્ટ કરતાં લખ્યું કે ભારતીય રેલવેમાં સેવા આપવી એ તેના જીવનનો યાદગાર અને ગર્વનો સમય છે. મારા જીવનના આ તબક્કે, મેં મારી જાતને રેલ્વે સેવાથી અલગ કરવાનો નિર્ણય કર્યો છે અને ભારતીય રેલ્વેના સક્ષમ અધિકારીઓને મારું રાજીનામું સુપરત કર્યું છે. રેલ્વે દ્વારા મને દેશની સેવા કરવાની તક આપવા બદલ હું ભારતીય રેલ્વે પરિવારની હંમેશા આભારી રહીશ.