January 17, 2025

સર્જરી બાદ સૈફની તબિયત સ્થિર, ICU માંથી સ્પેશ્યલ રૂમમાં શિફ્ટ

Saif Ali Khan Health Update: સૈફ અલી ખાનની તબિયત હાલ કેવી છે તે વિશે તમામ લોકો જાણવા માંગે છે. એક અહેવાલ પ્રમાણે હાલ સૈફની તબિયતમાં સુધારો આવી રહ્યો છે. ત્યારે મુંબઈની લીલાવતી હોસ્પિટલે સૈફ અલી ખાનનું મેડિકલ બુલેટિન જાહેર કર્યું છે. આવો જાણીએ કે શું આપી સૈફ અલી ખાનની હેલ્થ અપડેટ.

આ પણ વાંચો: પાકિસ્તાનના પૂર્વ PM ઈમરાન ખાનને 14 વર્ષની અને તેની પત્ની બુશરા બીબીને 7 વર્ષની જેલની સજા

સૈફ તૈમૂર સાથે હોસ્પિટલ પહોંચ્યો હતો
લીલાવતી હોસ્પિટલે સૈફ અલી ખાનનું મેડિકલ બુલેટિન જાહેર કર્યું છે. ડૉક્ટરોનું કહેવું છે કે હુમલામાં ઘાયલ થયા બાદ સૈફના આખા શરીરમાંથી લોહી વહી રહ્યું હતું. આમ છતાં તે પોતાના 8 વર્ષના પુત્ર તૈમુરનો હાથ પકડીને હોસ્પિટલમાં દાખલ થયો હતો. તેણે પોતે હોસ્પિટલમાં પ્રવેશ કર્યો હતો. સૈફ રિયલ લાઈફનો હીરો છે. ડૉક્ટરોનું કહેવું છે કે હવે તેમની તબિયત ઠીક છે. ડોક્ટરોએ સૈફને 1 અઠવાડિયા સુધી બેડ રેસ્ટ કરવાની સલાહ આપી છે. જો છરી 2 મીમી વધુ ઘૂસી ગઈ હોત તો તેને વધારે ઈજા થાત. જોકે હાલ તે ખતરાથી બહાર છે અને થોડા જ સમયમાં તે સ્વસ્થ થઈ જશે.