December 25, 2024

Saif Ali Khan એ કર્યા રાહુલ ગાંધીના વખાણ, રાજકારણમાં એન્ટ્રીને લઈ કરી આ વાત

Saif Ali Khan: બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાન હાલમાં તેની ફિલ્મ ‘દેવરાઃ પાર્ટ 1’ માટે ચર્ચામાં છે, જે આજે સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. આ ફિલ્મમાં તે સાઉથના સુપરસ્ટાર જુનિયર એનટીઆર સાથે સ્ક્રીન શેર કરી રહ્યો છે. આટલું જ નહીં સૈફ અને જ્હાન્વી કપૂર આ ફિલ્મ દ્વારા સાઉથ ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યૂ કરી રહ્યા છે. ફિલ્મની રિલીઝ વચ્ચે અભિનેતા ‘દેવરા’નું જોરદાર પ્રમોશન કરી રહ્યો છે.

હાલમાં જ સૈફ અલી ખાન મુંબઈમાં એક ઈવેન્ટમાં હાજરી આપવા આવ્યો હતો. અહીં તેણે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના જોરદાર વખાણ કર્યા હતા. તેણે તેમને ખૂબ જ પ્રભાવશાળી રાજકારણી ગણાવ્યા હતા.

સૈફે રાજનીતિ વિશે વાત કરી
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સૈફ અલી ખાન હાલમાં જ મુંબઈમાં ઈન્ડિયા ટુડે કોન્ક્લેવમાં પહોંચ્યો હતો, જ્યાં તેણે પોતાના સાઉથ ડેબ્યૂ વિશે વાત કરી હતી. ફિલ્મમાં તેના નેગેટિવ પાત્ર વિશે પણ વાત કરી હતી. સૈફે વાતચીત દરમિયાન પોતાનો રાજકીય મુદ્દો પણ ઉઠાવ્યો હતો. જ્યારે તેને રાજનીતિ વિશે પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે સૈફે હિંમતભેર પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. જ્યારે સૈફને પૂછવામાં આવ્યું કે તેને કેવો નેતા પસંદ છે? તેના જવાબમાં અભિનેતાએ કહ્યું કે તેને સાચા અને મહેનતુ રાજકારણીઓ ગમે છે.

આ પણ વાંચો: IND vs BAN: આ દિગ્ગજ ખેલાડીનો જીવ જોખમમાં! બોર્ડે સુરક્ષા આપવાથી કર્યો ઇન્કાર

રાહુલ ગાંધીનો પ્રશંસક સૈફ
જ્યારે સૈફ અલી ખાનને વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાહુલ ગાંધી અને અરવિંદ કેજરીવાલ સહિતના વિવિધ નેતાઓ વિશે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે, આમાંથી કયા નેતા તેને પ્રભાવશાળી લાગે છે, જે દેશને આગળ લઈ જઈ શકે છે? તેના પર સૈફે કહ્યું, ‘દેશના તમામ નેતાઓ પ્રભાવશાળી અને હિંમતવાન છે.’

શું સૈફ રાજકારણમાં આવશે?
સૈફે રાહુલ ગાંધીની વધુ પ્રશંસા કરતા કહ્યું, ‘મને લાગે છે કે રાહુલ ગાંધીએ જે કર્યું છે તે પણ ખૂબ જ પ્રભાવશાળી છે. એક સમય એવો હતો કે જ્યારે તેઓ જે બોલતા કે કરતા તો લોકો તેમની ટીકા કરતા હતા. મને લાગે છે કે રાહુલ ગાંધીએ સખત મહેનત કરીને આ પરિસ્થિતિ બદલી છે. તેના પર સૈફે કહ્યું કે તેને નેતા બનવામાં રસ નથી. તેણે કહ્યું, ‘મારે નેતા બનવું નથી. જો મારે કોઈ મુદ્દા પર વાત કરવી હોય તો જ હું નેતા બનવાનું વિચારીશ.

ઉલ્લેખનીય છે કે સૈફ અલી ખાને પોતાની આખી કારકિર્દીમાં ઘણી ફિલ્મો અને વેબ સિરીઝ કરી છે. છેલ્લા કેટલાક સમયથી તે નેગેટિવ પાત્રોમાં જોવા મળી રહ્યો છે. આ પહેલા તે સાઉથ એક્ટર પ્રભાસની ફિલ્મ ‘આદિપુરુષ’માં રાવણના રોલમાં જોવા મળ્યો હતો. હવે એક્ટર સાઉથ સુપરસ્ટારની ફિલ્મ ‘દેવરા’માં નેગેટિવ પાત્ર ભજવતો જોવા મળશે.