ગુજરાત ટાઇટન્સના ઓપનિંગ બેટ્સમેને ટીમ ઈન્ડિયા માટે ઠોક્યો દાવો

Team India: ગુજરાત ટાઇટન્સના ઓપનિંગ બેટ્સમેન તરીકે, સાઇ સુદર્શન આ વર્ષે તેની ટીમ માટે શાનદાર પ્રદર્શન કરતો જોવા મળી રહ્યો છે.આ પહેલા પણ તેને ટીમ ઈન્ડિયા માટે રમાવાની તક મળી છે. પરંતુ હવે ફરીથી તેણે પોતાનો દાવો રજૂ કર્યો હતો.

આ પણ વાંચો: ઘેડમાં વરસાદી પાણીની સમસ્યા ઉકેલવાનો માસ્ટરપ્લાન, 1500 કરોડથી વધુનો પ્લાન મંજૂર

સતત સારું પ્રદર્શન કરી રહ્યો છે
સાઈ સુદર્શન આ વર્ષે IPLમાં ગુજરાત ટાઇટન્સ તરફથી રમી રહ્યો છે અને સતત ટીમ માટે સારું પ્રદર્શન કરી રહ્યો છે. અત્યાર સુધીમાં આ સિઝનમાં તે 6 મેચ રમ્યો છે જેમાં તેણે 329 રન બનાવ્યા છે. જેમાં 31 ચોગ્ગા અને 13 છગ્ગાનો સમાવેશ થાય છે. આ વર્ષે સૌથી વધુ રન બનાવનારા ખેલાડીઓની યાદીમાં તે બીજા સ્થાને છે. ભારતીય ખેલાડીઓમાં જોવા જઈએ તો તે પહેલા સ્થાન પર છે. સાઈ સુદર્શને 2022 માં ગુજરાત ટાઇટન્સ સાથે પોતાની IPL કારકિર્દીની શરૂઆત કરી હતી. અત્યાર સુધીમાં તેણે આ ટીમ માટે 31 મેચ રમી છે અને 1363 રન બનાવ્યા છે. એક સદી અને 10 અડધી સદી અત્યાર સુધીમાં મારી છે.