December 26, 2024

સદાનંદ વસંતે NIAના નવા ડિરેક્ટર જનરલ તરીકેનો કાર્યભાર સંભાળ્યો

IPS Sadanand Vasant Date NIA DG : મહારાષ્ટ્ર કેડરના 1990 બેચના જાણીતા IPS અધિકારી સદાનંદ વસંત દાતે આજે સેવામાંથી નિવૃત્ત થયેલા દિનકર ગુપ્તા પાસેથી રાષ્ટ્રીય તપાસ એજન્સી (National Investigation Agency)ની બાગડોર સંભાળી હતી. દાતે NIAમાં જોડાયા પહેલાં મહારાષ્ટ્રમાં ATSના વડા તરીકે ફરજ બજાવતા હતા.

સદાનંદ વસંતે સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશનમાં ડીઆઈજી અને સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (સીઆરપીએફ)માં આઈજી (ઓપ્સ) તરીકે પણ સેવા આપી ચૂક્યા છે. તેઓ મુંબઈ નજીક મીરા-ભાઈંદર અને વસઈ-વિરાર શહેરના પોલીસ કમિશનરનું પદ પણ સંભાળી ચૂક્યા છે.

સદાનંદ વસંત 26 નવેમ્બર, 2008ની રાત્રે મુંબઈ હુમલા દરમિયાન લડત આપનારા પ્રથમ કેટલાક અધિકારીઓમાંના હતા. તેમની બહાદુરી અને બુદ્ધિમત્તાને કારણે જે દરમિયાન ઘણા નાગરિકોને બચાવ્યા હતા, દાતેને 2008માં વીરતા માટે રાષ્ટ્રપતિ પોલીસ મેડલ એનાયત કરવામાં આવ્યો હતો. તેમણે 2007માં મેરીટોરીયમ સર્વિસ માટે રાષ્ટ્રપતિ પોલીસ મેડલ અને 2014માં વિશિષ્ટ સેવા માટે રાષ્ટ્રપતિ પોલીસ મેડલ પણ એનાયત કરવામાં આવ્યો.