December 19, 2024

સરફરાઝની સદીથી સચિન તેંડુલકરે કર્યા વખાણ

Sarfaraz Khan Century: સરફરાઝ ખાને ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ ટેસ્ટ મેચમાં ટીમ ઈન્ડિયા માટે શાનદાર બેટિંગ કરી હતી. તેણે તેની ટેસ્ટ કારકિર્દીની પ્રથમ સદી ફટકારી હતી. સરફરાઝે માત્ર 110 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. આ વચ્ચે સરફરાઝ ખાનના સચિન તેંડુલકરે વખાણ કર્યા હતા. ડેવિડ વોર્નરે પણ સરફરાઝની પ્રશંસા કરી છે.

સચિન તેંડુલકરે કર્યા વખાણ
સચિન તેંડુલકરે ટ્વીટ કર્યું હતું. જેમાં સરફરાઝ ખાન માટે તેની પ્રથમ ટેસ્ટ સદી ફટકારવાની કેટલી તક હતી, જ્યારે ભારતને આ બે પ્રતિભાશાળી યુવાનો માટે આગળના રોમાંચક સમયની સૌથી વધુ જરૂર હતી. ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં પોસ્ટ કરતી વખતે ડેવિડ વોર્નરે લખ્યું છે કે ઘણી મહેનત કરવામાં આવી છે, તે જોવું સારું છે. આ પછી તેણે સરફરાઝનો એક ફોટો પણ પોસ્ટ કર્યો છે.

ટેસ્ટ કારકિર્દીની ચોથી મેચ
બેંગલુરુ ટેસ્ટ મેચના ચોથા દિવસે રમતની શરૂઆતમાં જ શાનદાર બેટિંગ કરી હતી. ત્રીજા દિવસે પણ સરફરાઝનું શાનદાર પ્રદર્શન જોવા મળ્યું હતું. આજના દિવસે જ્યારે પંત બેટિંગ કરવા આવ્યો હતો ત્યારે સરફરાઝે પણ બેટિંગથી પોતાનું શાનદાર પ્રદર્શન ચાલું રાખ્યું હતું. તેણે 110 બોલમાં તેની પ્રથમ ટેસ્ટ સદી પૂરી કરીને ઝડપી ગતિએ રન બનાવવાનું શરૂ કર્યું છે. તમને જાણીને નવાઈ લાગશે પરંતુ સરફરાઝની ટેસ્ટ કારકિર્દીની આ માત્ર ચોથી મેચ છે.