December 29, 2024

સચિન તેંડુલકરને મળ્યું આ મોટું સન્માન, થઈ આ જાહેરાત

Sachin Tendulkar: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ ટેસ્ટની બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની ચોથી મેચ મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાઈ રહી છે. આ વચ્ચે લબોર્ન ક્રિકેટ ક્લબે સચિન તેંડુલકરને મોટું સન્માન આપ્યું હોવાની માહિતી સામે આવી છે. ઉલ્લેખનીય છે કે સચિન તેંડુલકરની ગણતરી દુનિયાના બેસ્ટ બેટ્સમેનોમાં કરવામાં આવે છે. ટેસ્ટ હોય કે વનડે મેચ સૌથી વધારે રન બનાવનાર બેટ્સમેનમાં તેમની ગણતરી થાય છે.

આ પણ વાંચો:સુરતના કામરેજમાંથી નકલી ઘી બનાવવાનું કારખાનું ઝડપાયું, 1 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે

માનદ સભ્ય બનવાનું આમંત્રણ સ્વીકાર્યું
સચિન તેંડુલકરની ગણતરી વિશ્વના બેસ્ટ બેટ્સમેનોમાં થાય છે. અત્યાર સુધીનો એ એવો ખેલાડી છે કે જેના નામે 100 સદી છે. સચિન તેંડુલકરે મેલબોર્ન ક્રિકેટ ક્લબનું માનદ સભ્ય બનવાનું આમંત્રણ સ્વીકાર્યું છે. મેલબોર્ન ક્રિકેટ ક્લબે ટ્વિટ કરીને આ વાતની માહિતી આપી છે. તમને જણાવી દઈએ કે ઑસ્ટ્રેલિયાની સૌથી જૂની સ્પોર્ટિંગ ક્લબમાંની એક છે. જેની સ્થાપના વર્ષ 1838માં કરવામાં આવી હતી.