વિરાટ કોહલી સચિનને પાછળ છોડી નહીં શકે?
Sachin Tendulkar and Virat Kohli: વિરાટ કોહલીની ચર્ચા હમેંશા થાય છે. તેમાં પણ વિરાટનું નામ અને સચિન તેંડુલકરનું નામ એક સાથે લેવામાં આવે છે. વિરાટ કોહલીની સરખામણી હંમેશા સચિન તેંડુલકર સાથે કરાઈ છે. તમને જણાવી દઈએ કે સચિન ટેસ્ટ અને વનડેમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન છે. આ સાથે જ કોહલીએ વનડેમાં સચિનનો 49 સદીનો રેકોર્ડ તોડી નાખ્યો છે. બીજી બાજૂ વિરાટ અત્યાર સુધી ટેસ્ટમાં સચિનના અડધા રન જ બનાવી શક્યો છે. આ દરમિયાન ઓસ્ટ્રેલિયાના પૂર્વ ક્રિકેટરે વિરાટને લઈને નિવેદન આપ્યું છે. આવો જાણીએ શું કહ્યું તેણે.
22 સદીની જરૂર
વિરાટ કોહલીની વાત કરવામાં આવે તો તે અત્યારે વિશ્વનો સર્વશ્રેષ્ઠ ક્રિકેટર છે. કોહલીએ ODI ક્રિકેટમાં સચિનનો 49 સદીનો રેકોર્ડ તોડી નાખ્યો છે પરંતુ ટેસ્ટમાં તે હજુ દૂર છે. કોહલીના નામે હાલમાં ટેસ્ટમાં માત્ર 29 સદી છે. કોહલીને સચિનનો રેકોર્ડ તોડવા માટે હજુ 22 સદીની જરૂર છે, જેને તોડવા ઘણો મુશ્કેલ જણાઈ રહ્યો છે. સચિને 200 ટેસ્ટ રમીને લગભગ 16 હજાર રન બનાવ્યા છે જ્યારે કોહલી 9 હજાર રનનો આંકડો પણ સ્પર્શી શક્યો નથી.
આ પણ વાંચો: હરિયાણા ચૂંટણી પહેલા વિનેશ ફોગાટનું મોટું નિવેદન
સચિનનો રેકોર્ડ તોડવો મુશ્કેલ
ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ સ્પિનર બ્રેડ હોગે કહ્યું કે છેલ્લા ઘણા વર્ષથી વિરાટનું ટેસ્ટમાં ખરાબ પ્રદર્શન જોવા મળી રહ્યું છે. જેના કારણે તે સચિનનો રેકોર્ડ પાર કરી શકશે તેવું લાગી રહ્યું નથી. તેંડુલકર ટેસ્ટ અને વનડેમાં વિશ્વનો સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન છે. કોહલીએ 2011 માં ટેસ્ટ ડેબ્યૂ કર્યા બાદ 114 ટેસ્ટ મેચમાં 8871 રન બનાવ્યા છે. કોહલીની ઉંમર 35 વર્ષની થઈ ગઈ છે. જેના કારણે હોગને લાગે છે કે તેંડુલકરનો રેકોર્ડ તોડવો તેના માટે મુશ્કેલ હશે.