January 23, 2025

આ ખેલાડીએ તોડ્યો સચિન તેંડુલકરનો 33 વર્ષ જૂનો રેકોર્ડ

Musheer Khan: દુલીપ ટ્રોફી 2024ની શાનદાર પ્રદર્શન જોવા મળી રહ્યું છે. ઈન્ડિયા-બી તરફથી રમતા મુશીરે બેંગલુરુમાં ભારત સામે 181 રનની શાનદાર ઈનિંગ રમતા જોવા મળ્યો હતો. તેણ સચિન તેંડુલકરનો રેકોર્ડ પણ તોંડી નાંખ્યો હતો. દુલીપ ટ્રોફીમાં હાલ 4 ટીમ ભાગ લઈ રહી છે.

મુશીર ખાનનું પ્રદર્શન
દુલીપ ટ્રોફી 5 સપ્ટેમ્બરથી શરૂ થઈ છે જેમાં 4 ટીમો ભાગ લઈ રહી છે. દુલીપ ટ્રોફીની પ્રથમ મેચમાં ઈન્ડિયા-એ અને ઈન્ડિયા-બી વચ્ચે મેચ રમાઈ રહી છે. યશસ્વી જયસ્વાલ, રુષભ પંત, સરફરાઝ ખાનનું પ્રદર્શન જોરદાર જોવા મળ્યું છે. આ વચ્ચે સરફરાઝ ખાનનો નાના ભાઈ મુશીર ખાનનું પ્રદર્શન જોરદાર જોવા મળ્યું હતું. તેણે દુલીપ ટ્રોફીમાં એક મોટી સિદ્ધિ પ્રાપ્ત કરી હતી. પ્રથમ દિવસની રમતના અંતે મુશીર ખાન 227 બોલમાં અણનમ 105 રન બનાવ્યા હતા.

આ પણ વાંચો:  કોણ છે પ્રીતિ પાલ જેણે 2 મેડલ જીતીને પેરાલિમ્પિક્સમાં રચ્યો ઇતિહાસ

સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડ્યો
ભલે મુશીર તેની દુલીપ ટ્રોફીની ડેબ્યુ મેચમાં બેવડી સદી ફટકારી ના હોય પરંતુ તેણે 33 વર્ષ જૂનો રેકોર્ડ ચોક્કસ તોંડી નાંખ્યો છે. મુશીરે 373 બોલમાં 16 ચોગ્ગા અને 5 છગ્ગા ફટકાર્યા હતા. હવે મુશીરે સચિન તેંડુલકરને ચોથા સ્થાને ધકેલી દીધો છે.