15 વર્ષ પછી બેવડી સદી ફટકારવા બદલ સચિનને મળ્યું ખાસ સરપ્રાઈઝ, વીડિયો વાયરલ

Sachin Tendulkar: 24 ફેબ્રુઆરીનો દિવસ સચિન માટે ખૂબ ખાસ છે. આ દિવસે વન-ડેમાં બેવડી સદી ફટકારનાર પ્રથમ બેટ્સમેન બન્યો હતો. આ રેકોર્ડના આજે 15 વર્ષ પુર્ણ થઈ ગયા છે. આ ખાસ સમયે સચિન સાથે રહેલા ખેલાડીઓએ તેને એક ખાસ સરપ્રાઈઝ આપ્યું હતું.
આ પણ વાંચો: IPL 2025ની પહેલી મેચ હાર્દિક પંડ્યા કેમ નહીં રમી શકે?
બેવડી સદી ફટકારવા બદલ સચિનને ખાસ પુરસ્કાર મળ્યો
આંતરરાષ્ટ્રીય માસ્ટર્સ લીગમાં ક્રિકેટના બાદશાહો રમી રહ્યા છે. જેમાં સચિનનું નામ પણ આવે છે. આ સમયે સચિને સોશિયલ મીડિયામાં એક વીડિયો શેર કર્યો છે. તેણે વન-ડેમાં બેવડી સદી ફટકારી હતી તેની ઉજવણીના આ વીડિયો છે. સચિન પ્રેક્ટિસમાંથી ડ્રેસિંગ રૂમમાં પાછો ફરી રહ્યો હતો. તે સમયે બીજા ખેલાડીઓ તેની રાહ જોઈ રહ્યા હતા અને તેની પાછળ આ ખેલાડીઓ કેક લઈને ગયા હતા. કેક કાપી અને બધા ખેલાડીઓએ સચિનનો આ દિવસ ઉજવ્યો હતો.. બધા ખેલાડીઓનો સચિને આભાર માન્યો હતો. વીડિયો શેર કરતાં તેણે લખ્યું, ‘ઘણા બધા પ્રેમથી ભરેલું એક સરસ સરપ્રાઈઝ!’ આભાર ટીમ.