January 22, 2025

સાબરડેરીએ સાબરદાણમાં કર્યો ભાવવધારો, જાણો નવા ભાવ

સાબરકાંઠાઃ જિલ્લામાં આવેલી સાબરડેરીએ સાબરદાણમાં ભાવવધારો કર્યો છે. ત્યારે પશુપાલકોને દિવાળીના ટાણે મોટો આર્થિક ફટકો સહન કરવો પડશે. સાબરદાણમાં આવતીકાલથી ભાવ વધારો કરવામાં આવશે. સાબરદાણમાં બુધવારે 16 ઓક્ટોબરથી નવો ભાવ લાગુ કરવામાં આવશે. સાબરદાણમાં જ્યુંટ બેગનો 100 રૂપિયાનો ભાવવધારો કરવામાં આવશે.

અન્ય સાબરદાણ બેગમાં 50 રૂપિયાનો વધારો કરવામાં આવશે. સાબર દાણે ટ્વીલ જ્યુટ બેગ 65 કિલોનો નવો ભાવ 1600 રૂપિયા કર્યો છે. સાબરદાણ પ્લાસ્ટિક બેગ 65 કિલોનો ભાવ 1475 થશે. સાબરદાણ પ્લાસ્ટિક બેગ 50 કિલોનો નવો ભાવ 1140 થશે.

સાબરદાણ બાયપાસ પ્રોટીન દાણ પ્લાસ્ટિક બેગ 50 કિલોનો ભાવ 1400 થશે. સાબર ગોલ્ડ હાઈપ્રોટીન દાણ પ્લાસ્ટિક બેગ 50 કિલોનો ભાવ વધીને 1460 થશે. સાબર વૃદ્ધિ દાણ પ્લાસ્ટિક બેગ 50 કિલોનો ભાવ 1420 થશે. સાબર ટ્રાન્સફિડ પ્લાસ્ટિક બેગ 50 કિલોનો ભાવ 1,640 થશે. સાબર પાવર દાણ પ્લાસ્ટિક બેગ 50 કિલો 1430 થશે.