July 18, 2024

ખેડૂતો-પશુપાલકો આનંદો! સાબર ડેરીએ દૂધનો ભાવ વધાર્યો

સાબરકાંઠાઃ સાબર ડેરી દ્વારા સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના પશુપાલકો માટે 9 મહિનાનો દૂધનો ભાવમાં વધારો કરવાની જાહેરાત કરવામાં આવી છે. રૂપિયા 260 કરોડથી વધુની રકમ પશુપાલકો માટે ફાળવાઈ છે.

ચેરમેનની ચૂંટણી ન યોજતા 9 મહિનાનો ભાવ વધારો આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારે આવતીકાલથી ખેડૂતો સહિત પશુપાલકોને દૂધના ભાવનો વધારો વિતરીત કરવામાં આવશે. તેનાથી સાબરકાંઠા સહિત અરવલ્લી જિલ્લાના અંદાજે સાડા ત્રણ લાખ પશુપાલકોને ફાયદો થશે.

ડિસેમ્બર મહિના સુધી આ દૂધના ભાવનો વધારો આપવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે. જરૂરિયાતના સમયે દૂધના ભાવમાં વધારો આપતા ખેડૂતો-પશુપાલકોને હાશકારો અનુભવાયો છે. ઉલ્લેખનીય છે કે, દૂધનો 930 મુજબના ભાવ આધારિત વધારો આપવામાં આવશે.