સાબરકાંઠાના હડતાલ પર ઉતરેલા 400 આરોગ્ય કર્મીઓ ફરજમોકૂફ, ખાતાકીય પરીક્ષાનું કારણ આપી કાર્યવાહી

સાબરકાંઠાઃ છેલ્લા ઘણાં સમયથી રાજ્યભરના આરોગ્ય કર્મીઓ ગાંધીનગરમાં વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. ત્યારે સાબરકાંઠાના 700 કરતાં વધુ આરોગ્ય કર્મચારીઓએ હડતાલમાં જોડાયા હતા.

ત્યારે તેમાંથી 400 કર્મીઓને ફરજમોકૂફ કરવાનો આદેશ કરવામાં આવ્યો છે. જિલ્લા વિકાસ અધિકારીએ તમામને ફરજમોકૂફ કરવા માટે જણાવ્યું છે. ખાતાકીય પરીક્ષાનું કારણ આગળ ધરી કર્મીઓને ફરજમોકૂફ કરવામાં આવ્યા છે. મંડળના પ્રમુખ આશિષ બ્રહ્મભટ્ટ સહિત 400 કર્મીઓને ફરજમોકૂફ કરવામાં આવ્યા છે. એકાએક તમામને ફરજમોકૂફ કરતા આરોગ્ય કર્મીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.