December 23, 2024

ઇડર-ખેડબ્રહ્મા હાઇવે પર ગમખ્વાર અકસ્માત; માતા-પુત્રનું મોત, પિતા ઇજાગ્રસ્ત

સાબરકાંઠાઃ ઇડર-ખેડબ્રહ્મા હાઇવે રોડ પર ગોઝારો અકસ્માત સર્જાયો છે. મહારાણા પ્રતાપ સર્કલ નજીક ટ્રક ચાલકે સ્ટેરીંગ પર કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો છે. પતિ-પત્ની સહિત બાળક સાથે બાઈક લઇને જતા પરિવારને અકસ્માત નડ્યો છે.

ટ્રકચાલકે અકસ્માત સર્જી ઘટના સ્થળેથી ફરાર થયો હતો. ગોઝારા અકસ્માતમાં માતા-પુત્રનું કરુણ મોત નીપજ્યું છે અને પતિનો આબાદ બચાવ થયો છે. બાઇકચાલકને સારવાર અર્થે ઈડરની ખાનગી હોસ્પિટલ ખસેડાયો છે. આ અકસ્માતને પગલે સ્ટેટ હાઈવે રોડ પર ટ્રાફિકજામ થયો છે.

ઘટનાસ્થળે લોકોનાં ટોળેટોળા એકઠાં થયા છે. ઈડર પોલીસ ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. આ ઉપરાંત મૃતકોની લાશને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવી છે.