December 23, 2024

ઇડરના ગુજારવા ગામમાં છોકરીની છેડતી મામલે અથડામણ, 100ના ટોળા સામે ગુનો નોંધાયો

સાબરકાંઠાઃ જિલ્લાના ઇડરના ગુજારવા ગામમાં બે જૂથ વચ્ચે અથડામણ થઈ છે. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાથમિક તપાસમાં યુવતીની છેડતી મામલે બોલાચાલી બાદ ટોળાએ સામસામે પથ્થરમારો કર્યો હતો. આ ઘટનામાં એક વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે અને તેને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ ઘટનાને પગલે ઇડર અને વડાલી પોલીસ સ્ટેશનમાંથી મોટી સંખ્યામાં પોલીસકર્મીઓ દોડી આવ્યા હતા અને સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરી હતી.

આ મામલે ઇડર પોલીસે 11 ઈસમો સહિત 100 લોકોનાં ટોળા સામે રાયોટિંગનો ગુનો નોંધ્યો છે. તો બીજી તરફ, ગામમાં ઉગ્ર માહોલને ધ્યાને રાખી ઈડર-વડાલીમાં પોલીસ કાફલો ખડકી દેવાયો છે.