December 23, 2024

સાબરકાંઠામાં 7 જણાંના અકસ્માતમાં મોત મામલે મોટો ખુલાસો, વીડિયો વાયરલ

સાબરકાંઠાઃ ગઈકાલે હિંમતનગર-શામળાજી હાઇવે પર સહકારી જિન પાસે ગમખ્વાર અકસ્માત થયો હતો. જેમાં 7 યુવકોનાં મોત નીપજ્યા હતા. ત્યારે આ ઘટનાનો એક વીડિયો વાયરલ થયો છે.

મૃતક ભરત કશવાણીના સ્ટેટ્સમાં એક વીડિયો અપલોડ કરવામાં આવ્યો હતો. તેના સ્ટેટ્સમાં ઓવરસ્પીડનો વીડિયો મૂક્યો હતો, જે હાલમાં વાયરલ થયો છે. જેમાં જોઈ શકાય છે કે, ડ્રાઇવર રોહિત રામચંદાણી ઓવરસ્પીડમાં કાર ચલાવી રહ્યો છે. કારની ઝડપ વીડિયો પ્રમાણે 120 કિલોમીટર પ્રતિ કલાકની છે. ફુલ મોજ-મસ્તી સાથે કાર ચલાવી રહ્યો છે. ગાડીમાં ફુલ અવાજમાં ગીત પણ વાગતું સંભળાય છે. આમ, ઓવરસ્પીડના કારણે રોહિતે કાબુ ગુમાવતા કાર ટ્રક પાછળ અથડાઈ હતી અને સાતેય યુવકોનાં મોત નીપજ્યા હતા.

શું હતી સમગ્ર ઘટના?
હિંમતનગરમાં સહકારી જીન પાસે મોટો માર્ગ અકસ્માત થયો હોવાની ઘટના સામે આવી છે. કાર ટ્રેલરની પાછળ ધડાકાભેર અથડાતા 7 લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા, જેમાં એકની હાલત ગંભીર છે. તમામ લોકો શામળાજીથી અમદાવાદ પરત ફરી રહ્યા હતા ત્યારે આ દુર્ઘટના સર્જાઈ હતી.

મૃતકો

  1. ધનવાની ચિરાગ રવિભાઈ, ઉંમર 28
    2. રોહિત સુરેશભાઈ રામ ચંદાણી, ઉંમર 25
    3. સાગર નરેશકુમાર ઉદાણી, ઉંમર 22
    4. ગોવિંદ
    5. રાહુલ
    6. રોહિત
    7. બર્થ

ઇજાગ્રસ્ત

  1. હનીભાઈ શંકરલાલ તોતવાની