SA vs NZ: સેમિફાઇનલ મેચમાં કેવું રહેશે લાહોરનું હવામાન, જાણો

SA vs NZ Semi-Final: ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ની બીજી સેમિફાઇનલ મેચ આજના દિવસે છે. ત્યારે આજે દક્ષિણ આફ્રિકા અને ન્યુઝીલેન્ડ વચ્ચે આજે સેમિફાઇનલ માટે મેચ રમાશે. આજે જે ટીમ જીતશે તે ટીમનો સામનો ફાઇનલમાં ટીમ ઈન્ડિયા સામે થશે. આ વચ્ચે હવામાન પર ચાહકોની નજર રહેશે. ત્રણ મેચ એવી હતી આ ટુર્નામેન્ટમાં કે જે વરસાદને કારણે રદ કરી દેવામાં આવી હતી. જેમાંથી એક મેચ લાહોરમાં પણ હતી. ત્યારે આવો જાણીએ કે આજનું હવામાન કેવું રહેશે.
આ પણ વાંચો: ચેમ્પિયન્સ ટ્રોફીની સેમિફાઇનલ મેચમાં હાર બાદ સ્ટીવ સ્મિથે ODI ક્રિકેટને કહ્યું ‘અલવિદા’
હવામાન કેવું રહેશે
આજની બીજી સેમિફાઇનલ મેચમાં લાહોરનું વાતાવરણ સંપૂર્ણપણે સ્વચ્છ રહેવાની સંભાવનાઓ છે. તાપમાન 24 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહી શકે છે. પવનની ગતિ પ્રતિ કલાક 19 કિલોમીટર રહી શકે છે. ICC દ્વારા રિઝર્વ ડે પણ રાખવામાં આવ્યો છે. આ મેચ ભારતીય સમય મુજબ બપોરે 2:30 વાગ્યે શરૂ થશે, જ્યારે ટોસ બપોરે 2 વાગ્યે થશે. જો સેમિફાઇનલ મેચમાં વરસાદ પડે છે તો બીજા દિવસે મેચ રાખવામાં આવે છે.