SA vs NZ: રચિન-વિલિયમસનની જોડીએ 21 વર્ષ જૂનો આ રેકોર્ડ તોડી નાંખ્યો

SA vs NZ: રચિન રવિન્દ્ર અને કેન વિલિયમસનની જોડીએ બીજી સેમિફાઇનલમાં 21 વર્ષ જૂનો રેકોર્ડ તોડી નાંખ્યો છે. બંને કિવી બેટ્સમેને એવું શાનદાર પ્રદર્શન કર્યું કે દક્ષિણ આફ્રિકાના મજબૂત બોલર હાંફી ગયા હતા. છેલ્લે છેલ્લે કિવી બેટર્સે ધબધબાટી બોલાવી દીધી હતી. રચિન-વિલિયમસનની જોડીએ 21 વર્ષ જૂનો રેકોર્ડ તોંડી નાંખીને મોટો રેકોર્ડ બનાવ્યો છે.

આ પણ વાંચો: પાકિસ્તાન પાસેથી ચેમ્પિયન્સ ટ્રોફી છીનવાઈ જશે?

રચિન-વિલિયમસનની અદ્ભુત જોડી
ચેમ્પિયન્સ ટ્રોફીના ઇતિહાસમાં ન્યુઝીલેન્ડ માટે સૌથી મોટી ભાગીદારીનો રેકોર્ડ રચિન રવિન્દ્ર અને કેન વિલિયમસનના નામે નોંધાય ગયો છે. રચિને શાનદાર બેટિંગ કરીને 101 બોલમાં 108 રન બનાવ્યો હતો. કેન વિલિયમસને 94 બોલમાં 102 રન બનાવ્યા હતા. બંને ખેલાડીઓએ મળીને 21 વર્ષ જૂનો રેકોર્ડ તોડી નાંખ્યો છે. આ પહેલા આ રેકોર્ડ રાચિન-વિલિયમસને નાથન એસ્ટલ અને સ્કોટ સ્ટાયરિસના નામે હતો.