March 1, 2025

SA vs ENG: સેમિફાઇનલ માટે ચોથી ટીમનો આજે થશે નિર્ણય, જાણો કેવું રહેશે હવામાન

SA vs ENG: ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ભારત, ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયાએ પોતાનું સ્થાન કન્ફર્મ કરી લીધું છે. ચોથી ટીમનો નિર્ણય દક્ષિણ આફ્રિકા અને ઇંગ્લેન્ડની ટીમ વચ્ચેની મેચના પરિણામ પર લેવામાં આવશે. દક્ષિણ આફ્રિકા અને ઇંગ્લેન્ડ વચ્ચેની મેચમાં કેવું રહેશે હવામાન આવો જાણીએ.

આ પણ વાંચો: રાયસંગપુરના લોકો પાણી માટે થયા લાચાર, લાખો રૂપિયાનો ખર્ચ છતાં નળ કનેક્શન નથી

દક્ષિણ આફ્રિકા અને ઇંગ્લેન્ડ વચ્ચેની મેચમાં કેવું રહેશે હવામાન
કરાચીના સ્ટેડિયમમાં દક્ષિણ આફ્રિકા અને ઇંગ્લેન્ડ વચ્ચેની મેચ રમાવાની છે. આ મેદાનમાં 2 મેચ રમાઈ છે. બંને મેચમાં હવામાનને કારણે કોઈ નુકસાન થયું નથી. આજના હવામાનની વાત કરવામાં આવે તો હવામાન વિભાગની વાત કરવામાં આવે તો હવામાન સંપૂર્ણપણે સ્વચ્છ રહેવાની અપેક્ષા છે. જેના કારણે કોઈપણ ખલેલ વગર તમે આ મેચ જોઈ શકો છો. અહિંયાની પીચની વાત કરવામાં આવે તો લક્ષ્યનો પીછો કરતી ટીમને સારો ફાયદો થાય છે. તમને જણાવી દઈએ કે ઇંગ્લેન્ડ સામે ODIમાં આફ્રિકન ટીમનો હાથ ઉપર છે.