December 19, 2024

ચેસમાં રિયાન બન્યો ગુજરાતનો ગુકેશ, આંધ્રપ્રદેશમાં રાજ્યનું કરશે પ્રતિનિધિત્વ

Ryan Undukte: અમદાવાદની રાઇફલ ક્લબ ખાતે રાજ્યકક્ષાની ઇન્ટર સ્કૂલ ટૂર્નામેન્ટ યોજાણી હતી. આ ટૂર્નામેન્ટ દરમિયાન અમદાવાદના રિયાન અનડકટે અન્ડર-7માં ભાગ લીધો હતો. રિયાને ચેસમાં ભાગ લીધો હતો. રિયાને તેમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. રિયાને શાનદાર રમતનું પ્રદર્શન કરી 7 રાઉન્ડમાંથી 6.5 પોઇન્ટનો સ્કોર કરી અન્ડર-7ના વયજૂથમાં સ્ટેટ ચેમ્પિયન બન્યો છે.

આ પણ વાંચો: ‘પહેલા પંખો આવશે, પછી વીજળી આવશે’, અદાણી ગ્રુપની આ એડ કેમ આટલી વાયરલ થઈ રહી છે?

આંધ્રપ્રદેશમાં રાજ્યનું પ્રતિનિધિત્વ કરશે
અમદાવાદની રાઇફલ ક્લબ ખાતે વિવિધ વયજૂથની ઓપન કેટેગરી ઇન્ટર સ્કૂલ ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ટૂર્નામેન્ટન દરમિયાન રિયાન અનડકટે ચેસમાં એવું પ્રદર્શન કર્યું કે જેને જોઈને દરેક ગુજરાતીઓેને ગર્વ થાય. ગુજરાતનો ગુકેશ કહીએ તો પણ ખોટું નથી. ચેસમાં રિયાને શાનદાર પ્રદર્શન સાથે રી 7 રાઉન્ડમાંથી 6.5 પોઇન્ટનો સ્કોર કરી અન્ડર-7ના વયજૂથમાં સ્ટેટ ચેમ્પિયન બની ગયો છે. હવે આગળના સમયમાં જાન્યુઆરી મહિનામાં આંધ્રપ્રદેશ ખાતે રાષ્ટ્રીય કક્ષાની ઇન્ટર સ્કૂલ ચેસ ટૂર્નામેન્ટનું આયોજન થવાનું છે. જેમાં રિયાન અનડકટે ગુજરાતનું પ્રતિનિધિત્વ કરતો જોવા મળશે. નાની ઉંમરમાં રિયાને રાજ્યકક્ષાએ જોરદાર પ્રદર્શન કરતા તેમના શાળા સંચાલકોએ અને પરિવામાં ખુશી જોવા મળી રહી છે. આવનારી સ્પર્ધામાં પણ આગવું નામ કરે તેવી આશા દરેક રાખી રહ્યા છે.