ભારતીય ખેલાડી અચાનક મેદાનમાંથી કેમ પરત ફર્યો?
Ruturaj Gaikwad Duleep Trophy: ભારત અને બાંગ્લાદેશ વચ્ચે 19 સપ્ટેમ્બરથી ટેસ્ટ સિરીઝ શરૂ થવાની છે. આ વચ્ચે ટ્રોફીનો બીજો રાઉન્ડ શરૂ થઈ ગયો છે. બાંગ્લાદેશ સિરીઝમાં પસંદગી ના થઈ હોય તે ખેલાડીઓ પણ પોતાની પ્રદર્શન બતાવી રહ્યા છે. આજના દિવસે ટીમ C અને B વચ્ચે મેચ શરૂ થઈ ત્યારે ટીમ Cનો કેપ્ટન રુતુરાજ ગાયકવાડ બેટિંગ કરવા આવ્યો અને અચાનક પાછો ફરી ગયો હતો. જેના કારણે તણાવ જોવા મળ્યો હતો. તમને જણાવી દઈએ કે રુતુરાજ ગાયકવાડ અત્યારે ટેસ્ટ સિરીઝનો ભાગ નથી. પરંતુ જ્યારે શરૂ થશે ત્યારે તેને સામેલ કરવામાં આવી શકે છે. પરંતુ તે અચાનક મેદાનમાંથી પરત ફર્યા હતો જેના કારણે ચિંતામાં વધારો થયો છે.
બીજા બોલ પર ઈજા થઈ
કેપ્ટન રુતુરાજ ગાયકવાડને અનંતપુરના ગ્રામીણ વિકાસ ટ્રસ્ટ સ્ટેડિયમમાં રમાયેલી દુલીપ ટ્રોફી મેચના બીજા બોલ પર ઈજા થઈ હોવાનું સામે આવ્યું છે. ગાયકવાડે ઈન્ડિયા બીના ઝડપી બોલર મુકેશ કુમારને પ્રથમ બોલ પર ચોગ્ગો ફટકાર્યો હતો. જો કે ગાયકવાડે શા માટે મેદાન છોડવું પડ્યું તે હજુ સ્પષ્ટ થયું નથી. આ પછી રજત પાટીદારે ગાયકવાડની જગ્યાએ આવ્યો હતો. જે પહેલી જ ઓવરમાં ત્રીજા નંબર પર બેટિંગ કરવા આવ્યો હતો. અને બીજા ઓપનર સાઈ સુદર્શન સાથે બેટિંગ કરતો જોવા મળ્યો હતો.
આ પણ વાંચો: મુંબઈ ઈન્ડિયન્સના ભૂતપૂર્વ ખેલાડીએ CPLમાં મચાવી તબાહી, 19 બોલમાં 52 રન
દુલીપ ટ્રોફીમાં શાનદાર બેટિંગ
અગાઉ છેલ્લી મેચમાં રૂતુરાજ ગાયકવાડની ટીમે ઈન્ડિયા ડી સામે જોરદાર જીત પ્રાપ્ત કરી હતી. ગયા વર્ષના ડિસેમ્બરમાં ગાયકવાડનો દક્ષિણ આફ્રિકા પ્રવાસ માટે ભારતીય ટેસ્ટ ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. પરંતુ તેને ઈજા થવાના કારણે તેને મેચમાંથી બહાર થવું પડ્યું હતું. ત્યારથી ગાયકવાડ ભારતીય ટેસ્ટ ટીમમાં પરત ફરી શક્યો નથી .