November 15, 2024

યુક્રેનિયન કેદીઓને લઈ જતું રશિયન વિમાન ક્રેશ, તમામ કેદીઓના મોત

યુક્રેનિયન કેદીઓને લઈ જતું રશિયન લશ્કરી વિમાન ક્રેશ થયું છે. કહેવામાં આવી રહ્યું છે કે આ વિમાનમાં 65 યુક્રેનિયન કેદીઓ સહિત કુલ 74 લોકો હતા. એક અહેવાલ અનુસાર તેમાં રહેલા તમામ લોકોના મોત થઈ ગયા છે.

કઈ સમસ્યાથી થયું ક્રેશ
રશિયન મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રશિયાનું IL-76 મિલિટરી ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ બુધવારે તારીખ 24-4-2024ના બેલગોરોડ ક્ષેત્રમાં એરફિલ્ડ પર પરત ફરી રહ્યું હતું. કહેવામાં આવી રહ્યું છે કે રસ્તામાં કેટલીક ટેકનિકલ સમસ્યાના કારણે પ્લેન ક્રેશ થયું હતું. આ પ્લેનમાં યુક્રેનિયન આર્મીના 65 સૈનિકોના મોત થયા છે. આ સાથે જ 6 ક્રૂ મેમ્બર અને 3 બીજા લોકો પણ હાજર હતા. રશિયન એરક્રાફ્ટ યુદ્ધ ક્ષેત્રમાં એક લડાયક મિશન પૂર્ણ કરીને ફરી રહ્યું હતું. જે બાદ અચાનક ક્રેશ થયું હતુ. આ અકસ્માતમાં પાયલોટના મોત સાથે પ્લેનમાં સવાર તમામ લોકોના મોત થયા હતા. જોકે હજુ સુધી કોઈ અધિકારીએ આ વિશે માહિતી આપી નથી. પ્લેન ક્રેશ થવા પાછળના કારણ અંગે તાત્કાલિક કોઈ માહિતી આપવામાં આવી નથી. નિવૃત્ત જનરલ આન્દ્રેઈ કાર્તાપોલોવે સંસદીય સત્ર દરમિયાન જણાવ્યું હતું કે વિમાનને ત્રણ મિસાઈલો દ્વારા તોડી પાડવામાં આવ્યું હતું. જો કે, તેમણે એ નથી જણાવ્યું કે કયા સ્ત્રોતમાંથી આ વાતની પુષ્ટિ કરવામાં આવી છે.

આ પણ વાચો: પાકિસ્તાનનો વળતો હુમલો, ઈરાનના અડ્ડાઓ પર બોંબમારો

ઘણા મહિનાઓથી યુદ્ધ
દુર્ઘટના બાદ રશિયન મિલિટરી પ્લેનમાં વિકરાળ આગ લાગી હતી. કહેવામાં આવી રહ્યું છે કે આ પ્લેન યુક્રેનના કેદીઓની અદલાબદલી કરવા જઈ રહ્યું હતું. તમને જણાવી દઈએ કે રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા ઘણા મહિનાઓથી યુદ્ધ કરતા જોવા મળી રહ્યા છે. ત્યારે સમયે સમયે બંને દેશો એકબીજાના કેદીઓની આપ-લે પણ કરતા પણ હોય છે.

રશિયાનો યુક્રેન પર હાઈપરસોનિક મિસાઈલથી હુમલો
રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યું છે. ત્યારે થોડા દિવસ પહેલા (તારીખ 15-1-2024ના) રશિયાએ યુક્રેનના સંરક્ષણ મંત્રાલયની કેટલીક ફેક્ટરીઓ પર તેની સૌથી ઘાતક હાઈપરસોનિક મિસાઈલ કિંઝાલથી હુમલો કર્યો હતો. જેમાં એકથી વધારે ફેક્ટરીઓ પર હુમલો કરવામાં આવ્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે આ ઘાતક મિસાઈલ ઉપરાંત રશિયાએ લાંબા અંતરની મિસાઈલ ડ્રોનનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો.

આ પણ વાચો: પાકિસ્તાનના ક્વેટામાં બ્લાસ્ટ, 9 લોકો ઘાયલ

કેનેડામાં 6 કામદારોની છેલ્લી ઉડાન
રિયો ટિંટો માઇનિંગ કંપનીના કામદારોને લઈ જતું વિમાન કેનેડાના ઉત્તર-પશ્ચિમ ક્ષેત્રમાં ફોર્ટ સ્મિથ નજીક ક્રેશ થયું હોવાનું સામે આવ્યું છે. જેમાં 6 લોકોના મૃત્યુ થયા હોવાનો અંદાજો લગાવામાં આવી રહ્યો છે. રિયો ટિંટોના ચીફ એક્ઝિક્યુટિવ જેકબ સ્ટોશોલ્મે માહિતી આપતા જણાવ્યું કે અકસ્માત અત્યંત દુ:ખદ અને ભયાનક હતો. રોયલ કેનેડિયન એરફોર્સના ત્રણ સ્ક્વોડ્રનને બચાવ અને સર્ચ ઓપરેશન માટે ઘટનાસ્થળે રવાના કરવામાં આવ્યા હતા. આ બનાવ સ્થાનિક સમય અનુસાર સવારે 8.50 વાગ્યના બન્યો હતો.