November 24, 2024

Paris Olympics 2024ની ઓપનિંગ સેરેમની પહેલા રશિયન વ્યક્તિની ધરપકડ

Paris Olympics: પેરિસ ઓલિમ્પિકની ઓપનિંગ સેરેમની આવતીકાલે છે. આ પહેલા એક રશિયન વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. આ વિશેની જાણકારી સ્થાનિક અધિકારીઓ આપી હતી. ફ્રાન્સ છેલ્લા કેટલાક અઠવાડિયાથી હાઈ એલર્ટ પર છે કારણ કે ઓલિમ્પિકની યજમાનીની તૈયારીઓ અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે. પેરિસ ઓલિમ્પિકની ઓપનિંગ સેરેમની આવતીકાલે સીન નદી પર કરવામાં આવશે. મંગળવારે પેરિસમાં તેના એપાર્ટમેન્ટમાં 40 વર્ષીય રશિયન વ્યક્તિની ધરપકડ કરી હતી. ફ્રાન્સ છેલ્લા કેટલાક અઠવાડિયાથી હાઈ એલર્ટ પર છે કારણ કે ઓલિમ્પિકની યજમાનીની તૈયારીઓ અંતિમ તબક્કામાં છે.

ઓનલાઈન ઝુંબેશનો સમાવેશ
પેરિસ ફરિયાદીની કચેરીના એક નિવેદન અનુસાર, ધરપકડ કરાયેલ રશિયન વ્યક્તિ પર ફ્રાન્સમાં દુશ્મનાવટને ઉશ્કેરવાના હેતુથી આવ્યો હતો. આ સજા માટે ફ્રાન્સમાં 30 વર્ષની જેલની જોગવાઈ છે. તેની તપાસ કરતા જાણવા મળ્યું કે તે ઓલિમ્પિક ગેમ્સને લઈને કંઈક કાવતરું કરી રહ્યો હતો.યુક્રેનમાં રશિયાના યુદ્ધ અને ગાઝામાં ઈઝરાયલ-હમાસના આંતરરાષ્ટ્રીય તણાવ વચ્ચે આયોજકોને મોટી સુરક્ષાના પડકારનો સામનો કરવો પડે છે. જેમાં ખાસ કરીને સાયબર હુમલાની ચિંતા વધારે જોવા મળે છે. રાષ્ટ્રીય પોલીસ પ્રવક્તા સોનિયા ફેબ્લુઈલે માહિતી આપતા જણાવ્યું હતું કે, ‘અમારી પાસે સાયબર ધમકીઓની યાદી છે જેના પર અમે ખાસ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ. આવી ધમકીઓમાં નકલી સમાચાર અને ખોટી માહિતી અથવા બોટ્સ સાથેની ઓનલાઈન ઝુંબેશનો પણ સમાવેશ થાય છે.

આ પણ વાંચો: Olympics 2024 પહેલાં ભારતીય દોડવીરની જાહેરાત, આ ટુર્નામેન્ટ બાદ લેશે નિવૃત્તિ

સુરક્ષા અધિકારીએ આરોપ લગાવ્યો
આ અઠવાડિયે ફ્રેન્ચ ઇન્ટેલિજન્સ એજન્સીઓએ એક નકલી વીડિયો શોધી કાઢ્યો હતો. જેને AI દ્વારા બનાવવામાં આવ્યો હતો. ફ્રાન્સના એક સુરક્ષા અધિકારીએ આરોપ લગાવ્યો હતો કે રશિયા આવા અનેક ઓપરેશન ચલાવી રહ્યું છે. જોકે ટેલિગ્રામ પર હમાસના એક અધિકારીએ પણ આ વીડિયો પાછળ આતંકવાદી જૂથ હોવાનો ઇનકાર કર્યો હતો.