યુક્રેન પર પરમાણુ હુમલો રોકવામાં PM મોદીની ભૂમિકા મહત્વનીઃ US અધિકારી
નવી દિલ્હીઃ રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા એક વર્ષથી યુદ્ધ જેવી પરિસ્થિતિ યથાવત છે. ત્યારે બંને દેશોએ આ યુદ્ધને કારણે ભારે હાલાકીનો સામનો કરવાની પરિસ્થિતિ પેદા થઈ છે. છતાં બંને દેશ નમતું જોખવા માટે તૈયાર નથી.
આ દરમિયાન રશિયા અને યુક્રેનના યુદ્ધને લઈને મોટો ખુલાસો થયો છે. USના બે અધિકારીઓએ યુદ્ધને લઈ મોટો ખુલાસો કર્યો છે. તેમણે જણાવ્યુ છે કે, ‘PM મોદીના હસ્તક્ષેપ બાદ પુતિને હુમલાની યોજના બદલી હતી. રશિયા 2022ના અંતમાં યુક્રેન પર પરમાણુ હુમલાની તૈયારી કરી રહ્યું હતું. તે સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ભૂમિકા મહત્વની રહી હતી. ભારતે કરેલી અપીલ બાદ રશિયા પર યુદ્ધ રોકવા માટે દબાણ વધ્યું હતું. ત્યારે ભારત સહિત અન્ય દેશોની મદદથી કટોકટી ટળી ગઈ છે.’
બાઇડન સરકારમાં વહીવટીતંત્રના બે અધિકારીઓએ સીએનએનને જણાવ્યું હતું કે, યુએસ વહીવટીતંત્ર ખાસ કરીને ડરતું હતું કે રશિયા વ્યૂહાત્મક અથવા યુદ્ધભૂમિ પરમાણુ બોમ્બનો ઉપયોગ કરી શકે છે. તેને જોતા અમેરિકાના બાઇડન સરકારે તરત જ કાઉન્ટર પ્લાન તૈયાર કરવાનું શરૂ કરી દીધું હતું. આ સ્થિતિને કારણે બિડેન પ્રશાસનના વરિષ્ઠ અધિકારીઓ તણાવમાં હતા. આ પછી રશિયન હુમલાને રોકવા માટે તમામ સંભવિત પ્રયાસો કરવાની તૈયારીઓ શરૂ થઈ હતી. અમેરિકાનો આ ડર ઘણા વિકાસ અને ગુપ્ત માહિતી પર આધારિત હતો.
‘PM મોદી અને જિનપિંગના નિવેદનોએ રશિયાને રોક્યું’
આ અંતર્ગત બિડેન પ્રશાસને પીએમ મોદી, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને અન્ય વિશ્વ નેતાઓને મદદની અપીલ કરી જેથી આ પરમાણુ સંકટને ટાળી શકાય. બાઇડન સરકારે એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે, અમે માત્ર રશિયાને સીધો સંદેશ જ નથી આપ્યો હતો. પરંતુ અન્ય દેશોને પણ રશિયા વિરુદ્ધ ખુલ્લેઆમ અવાજ ઉઠાવવા કહ્યું છે. અમેરિકી અધિકારીઓએ કહ્યું કે, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને પીએમ મોદીના જાહેર નિવેદનોએ આ સંકટને સમાપ્ત કરવામાં મદદ કરી હતી. અમેરિકન અધિકારીએ કહ્યું કે, ચીન અને ભારતની અપીલ બાદ રશિયાની વિચારસરણીમાં બદલાવ આવ્યો છે.
રશિયા પાસે નાટો કરતાં 10 ગણા વધુ વ્યૂહાત્મક પરમાણુ બોમ્બ
એક અંદાજ મુજબ, રશિયા પાસે 2000થી વધુ વ્યૂહાત્મક પરમાણુ હથિયારો છે. રશિયાએ યુક્રેનને અડીને આવેલા બેલારુસમાં તેના કેટલાક વ્યૂહાત્મક અણુશસ્ત્રો તૈનાત કર્યા હોવાનું પણ માનવામાં આવે છે. રશિયાએ પણ બેલારુસ દ્વારા હુમલો કર્યો. ICAN મુજબ, 300 કિલોટનની ઉપજ ધરાવતો કોઈપણ પરમાણુ બોમ્બ અથવા હિરોશિમામાં વપરાતા પરમાણુ બોમ્બ કરતાં 20 ગણો વધુ શક્તિશાળી તે એક વ્યૂહાત્મક પરમાણુ હથિયાર છે. મિસાઇલ, ટોર્પિડો અથવા એરક્રાફ્ટ દ્વારા તેને સરળતાથી છોડી શકાય છે. આ પરમાણુ બોમ્બને એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યા છે કે તેનો યુદ્ધના મેદાનમાં ઉપયોગ કરી શકાય. રશિયા પાસે નાટો કરતાં 10 ગણા વધુ વ્યૂહાત્મક પરમાણુ હથિયારો છે.