January 22, 2025

રશિયામાં 9/11 જેવો હુમલો, યુક્રેનિયન ડ્રોન કઝાનમાં ઇમારતોને અથડાતા ભીષણ આગ

Russia Ukraine War: રશિયામાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. કઝાન શહેરમાં એક મોટો હુમલો થયો હોવાનું સામે આવ્યું છે. એક કિલર ડ્રોન 3 ઊંચી ઇમારતો સાથે અથડાયું હતું. જેના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. મૃત્યુ અને અન્ય નુકસાનનું મૂલ્યાંકન હાલ કરવામાં આવી રહ્યું છે. રાહત અને બચાવ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.

આ પણ વાંચો: દિલ્હી વિધાનસભાની ચૂંટણી પહેલા કેજરીવાલની મુશ્કેલી વધી, એક્સાઇઝ પોલિસી મામલે ED કરશે કેસ

લોકોને બિલ્ડિંગમાંથી બહાર કાઢવામાં આવી રહ્યા છે
અત્યાર સુધીમાં કોઈના મોતના અહેવાલ સામે આવ્યું નથી. પરંતુ એક માહિતી પ્રમાણે ઈમરજન્સી સેવાઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે અસરગ્રસ્ત ઇમારતોમાંથી લોકોને બહાર કાઢવામાં આવી રહ્યા છે. રશિયાના કઝાન શહેરમાં 9/11 જેવા ઘાતક હુમલાએ હલચલ મચાવી દીધી હતી. ક્રેનિયન ડ્રોન રશિયામાં ઘણી રહેણાંક ઇમારતોને ટક્કર મારી હતી. જેના કારણે ઈમારતોમાં આગ લાગી હતી. રશિયન શહેર કઝાન, જેના પર યુક્રેન દ્વારા ડ્રોનથી હુમલો કરવામાં આવ્યો છે, તે કિવથી લગભગ 1400 કિલોમીટર દૂર છે.