January 22, 2025

યુક્રેન મુદ્દે સમાધાન કરવા તૈયાર છે રશિયા, પુતિનનું મોટું નિવેદન આવ્યું સામે

Russia Ukraine War: રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધને લઈને રાષ્ટ્રપતિ પુતિન તરફથી મોટા રાહતના સમાચાર આવ્યા છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને કહ્યું કે તેઓ યુક્રેન પર યુદ્ધ સમાપ્ત કરવા માટે અમેરિકાના ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે સંભવિત વાટાઘાટોમાં સમાધાન કરવા તૈયાર છે. મોટી વાત એ છે કે તેમની પાસે યુક્રેનિયન સત્તાવાળાઓ સાથે વાતચીત શરૂ કરવા માટે કોઈ શરતો નથી.

પુતિને કહ્યું કે રશિયા સંઘર્ષના શાંતિપૂર્ણ ઉકેલ માટે વાટાઘાટ કરવા તૈયાર છે પરંતુ યુક્રેન ઉત્તર એટલાન્ટિક સંધિ સંગઠન (નાટો)માં જોડાવાની તેની ઇચ્છા છોડી દે તેવી તેમની માંગનો પુનરોચ્ચાર કર્યો. જો કે યુક્રેન અને પશ્ચિમી દેશોએ આ માંગણીઓ ફગાવી દીધી છે.

આ પણ વાંચો: ઉત્તર પૂર્વમાં પવન ફૂંકાતા ઠંડીમાં વધારો, પોરબંદર અને નલિયામાં કોલ્ડવેવની આગાહી

રાજકારણ સમાધાનની કળા
પુતિને કહ્યું કે તેઓ યુએસ પ્રમુખ-ચુંટાયેલા ડોનાલ્ડ ટ્રમ્પ સાથે સંભવિત વાટાઘાટો માટે તૈયાર છે, જેમણે યુક્રેનમાં સંઘર્ષને સમાપ્ત કરવા માટે કરાર પર વાટાઘાટો કરવાનું વચન આપ્યું છે. તેમણે કહ્યું કે જો અમે ટ્રમ્પને મળીશું તો અમારી પાસે ચર્ચા કરવા માટેના મુદ્દા હશે. પુતિને કહ્યું કે રશિયા યુક્રેન પર સંભવિત શાંતિ મંત્રણામાં સમાધાન માટે તૈયાર છે. તેમણે કહ્યું કે, રાજનીતિ સમાધાન કરવાની કળા છે. અમે હંમેશા કહ્યું છે કે અમે વાતચીત અને સમાધાન બંને માટે તૈયાર છીએ. સાથે જ પુતિને કહ્યું કે વાતચીત જમીની સ્થિતિ પર આધારિત હોવી જોઈએ.