November 25, 2024

આવતા મહિને રશિયાના પ્રવાસે જશે PM મોદી, પુતિન સાથે કરશે મુલાકાત

Modi Russia Visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગામી મોસ્કો મુલાકાતનું ભારત અને રશિયા આયોજન કરી રહ્યા છે. રશિયન મીડિયાના હવાલાથી આ જાણકારી મળી રહી છે.

રશિયન મીડિયાના જણાવ્યા પ્રમાણે એક રાજકીય સૂત્રએ સંકેત આપ્યા છે કે પીએમ મોદી જુલાઇ મહિનામાં રશિયાનો પ્રવાસ કરી શકે છે. ક્રેમલિને આ પહેલા માર્ચ મહિનામાં જાહેરાત કરી હતી કે મોદીને રશિયા આવવાનું આમંત્રણ મળ્યું છે. સૂત્ર દ્વારા એ વાતની પુષ્ટિ કરવામાં આવી છે કે પીએમ મોડી અને રશિયન રાષ્ટ્રપતિ પુતિન વચ્ચે બેઠક થઈ શકે છે.

પુતિને રાષ્ટ્રપતિ તરીકે અને મોદી વડાપ્રધાન તરીકે લીધા શપથ

પુતિને આ વર્ષે મે મહિનામાં સતત પાંચમી વખત રશિયાના રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા હતા. જ્યારે, મોદીએ 9 જૂનના રોજ સતત ત્રીજી વખત ભારતના વડાપ્રધાન તરીકે શપથ લીધા હતા. અગાઉ, એક નિવેદનમાં, રશિયન રાષ્ટ્રપતિએ સામાન્ય ચૂંટણીમાં ભાજપની જીત પર પીએમ મોદીને અભિનંદન આપ્યા હતા.

અન્ય સમાચાર: રશિયામાં યહુદીઓના પ્રાર્થનાસ્થળ-ચર્ચ પર આતંકી હુમલો, પૂજારીનું ગળું કાપ્યું