December 19, 2024

તમારી નીતિઓને કારણે જ રશિયા અને ચીન નજીક આવ્યા: એસ જયશંકર

Raisina Dialogue: વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું કે પશ્ચિમી દેશોની નીતિઓ રશિયા અને ચીનને નજીક લાવી રહી છે. એક બાજુ તમારી પાસે એવા લોકો છે જેઓ નીતિઓ બનાવે છે. તે બંનેને સાથે લાવે છે અને પછી કહે છે તેમની સાથે આવવા માટે સાવધાની રાખો. વિદેશ મંત્રી એસ જયશંકરે શુક્રવારે વર્તમાન ભૌગોલિક રાજકીય વિકાસ અને તેના પ્રતિકૂળ પરિણામોનો ઉલ્લેખ કર્યો હતો. જેમા જયશંકરે કહ્યું કે શિયા શાસન કળાની એક વિશાળ પરંપરા સાથે તાકાત છે, અને તે એશિયા અથવા વિશ્વના બિન-પશ્ચિમ ભાગો તરફ વધુ વળે છે. જયશંકરે રાયસીના ડાયલોગમાં મોસ્કો અને બેઇજિંગની વધતી નિકટતા અંગેના પ્રશ્નના જવાબમાં આ ટિપ્પણી કરી હતી.

પશ્ચિમી નીતિઓને કારણે રશિયા અને ચીન નજીક આવ્યા
વિદેશ મંત્રીએ કહ્યું કે રશિયા અન્ય દેશો ખાસ કરીને એશિયા માટે મહત્વપૂર્ણ છે. ઓસ્ટ્રેલિયાની લોવી ઈન્સ્ટિટ્યૂટના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર માઈકલ ફુલીલોવે બંને દેશો વચ્ચેની નિકટતાને લઈને જયશંકરને પ્રશ્ન પૂછ્યો હતો જેના જવાબમાં જયશંકરે કહ્યું કે પશ્ચિમી દેશોની નીતિઓ રશિયા અને ચીનને નજીક લાવી રહી છે. એક બાજુ તમારી પાસે પોલિસી બનાવનારા લોકો છે. તે બંનેને સાથે લાવે છે અને પછી કહે છે કે તેમના સાથે આવવામાં સાવધાની રાખજો.

રશિયા સાથે ભારતના સંબંધો સ્થિર અને મૈત્રીપૂર્ણ
અગાઉ જયશંકરે કહ્યું હતું કે રશિયા સાથે ભારતના કાયમી અને ખૂબ જ મૈત્રીપૂર્ણ સંબંધો છે. મોસ્કોએ ક્યારેય નવી દિલ્હીના હિતોને નુકસાન પહોંચાડ્યું નથી. યુક્રેન પર મોસ્કોના હુમલા છતાં ભારત અને રશિયા વચ્ચેના સંબંધો મજબૂત રહ્યા છે. ઘણા પશ્ચિમી દેશોના વાંધાઓ છતાં ભારતે રશિયા પાસેથી ક્રૂડ ઓઈલની આયાતમાં વધારો કર્યો છે.

ભારતે યુક્રેન પર રશિયન હુમલાની નિંદા કરી નથી
ભારતે હજુ સુધી યુક્રેન પર રશિયન આક્રમણની નિંદા કરી નથી. નવી દિલ્હી કહેતી રહી છે કે આ સંકટની કૂટનીતિ અને વાતચીત દ્વારા ઉકેલ લાવવો જોઈએ. જયશંકરે ભારતના G-20 પ્રમુખપદ અને કેવી રીતે આફ્રિકન યુનિયનના જૂથના કાયમી સભ્ય તરીકે સમાવેશને સુનિશ્ચિત કર્યો તે અંગે પણ પ્રકાશ પાડ્યો હતો.

‘G-20નું વિસ્તરણ થઈ શકે છે, UNSC કેમ નહીં’
વધુમાં જયશંકરે કહ્યું કે જો G-20નું વિસ્તરણ કરી શકાય છે તો સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)ના સભ્યોની સંખ્યા પણ વધારી શકાય છે. તેમણે વધુમાં કહ્યું કે, જ્યારે ધુમ્મસ હટશે અને લોકો પાછળ જોશે, ત્યારે હકીકતમાં એ જોવામાં આવશે કે આફ્રિકન યુનિયનના સભ્યપદ પર સહમતિ થઈ હતી.