May 18, 2024

ઋતુરાજના નિધન પર ‘અનુપમા’ની ભાવુક પોસ્ટ વાયરલ

મુંબઈ: ટીવી અને ફિલ્મોમાં કામ કરી ચૂકેલા પીઢ અભિનેતા ઋતુરાજ સિંહ હવે આપણી વચ્ચે નથી રહ્યા. સુહાની ભટનાગરના નિધનના ચાર દિવસ બાદ ફરી એકવાર ચાહકોને ઘેરો આઘાત લાગ્યો છે. 59 વર્ષની વયે કાર્ડિયાક અરેસ્ટને કારણે તેમનું અવસાન થયું હતું. તે છેલ્લે ટીવી સિરિયલ ‘અનુપમા’માં સ્ક્રીન પર જોવા મળ્યો હતો. આમાં તેણે યશપાલનું પાત્ર ભજવ્યું હતું, જે એક રેસ્ટોરન્ટનો માલિક છે. અભિનેતાના નિધન પર રૂપાલી ગાંગુલી, કુણાલ ખેમુ અને સંદીપ સિકંદે પ્રતિક્રિયા આપી છે. તેમણે દુઃખ વ્યક્ત કર્યું છે.

રૂપાલી ગાંગુલીએ ‘અનુપમા’ના સેટ પરથી ઋતુરાજ સિંહના શેફ ગેટઅપમાં ફોટો પોસ્ટ કર્યો છે. લાંબી પોસ્ટ પણ કરી. આમાં અભિનેત્રીએ લખ્યું, ‘ડિયર ઋતુરાજ સર, તમારી સાથે સ્ક્રીન સ્પેસ શેર કરવી સન્માનની વાત છે. તે શિક્ષક પાસેથી તેના મનપસંદ વિષય શીખવા માટે ઉત્સાહિત વિદ્યાર્થી જેવું જ હતું. જેણે પહેલા ઘણા લોકોને શીખવ્યું છે. હું ખૂબ ખુશ હતી. તમે કહ્યું હતું કે તમે મારું કામ જોયું છે અને છતાં હું તમને મારું કામ સાબિત કરવા માગું છું. હું ફ્રેમમાં મારું સ્થાન લેવા સક્ષમ હતી, ટીવી જગતના એક એવા દિગ્ગજની બાજુમાં ઉભી હતી જેને મેં મોટા થતા જોયા હતા.

 

View this post on Instagram

 

A post shared by Rups (@rupaliganguly)

રૂપાલી ગાંગુલીએ ઋતુરાજ સિંહને યાદ કર્યા
રૂપાલી ગાંગુલીએ પણ સેટનો ઉલ્લેખ કર્યો હતો. તેણે કહ્યું, ‘અમારા સીન્સ પછી, તમારા ચહેરા પર હંમેશા દેખાતી સ્મિત અને તમારા તે પ્રેરણાદાયક શબ્દો મારા માટે રિપોર્ટ કાર્ડ જેવા હતા. હું તમારી વાતોથી ખૂબ ખુશ થતી હતી. હજી ઘણું શીખવાનું હતું સાહેબ…. જ્યારે તમે રસોઇયાની ટોપી પહેરી હતી ત્યારે મેં તમારી આ તસવીર લીધી હતી. હું તમને આ મોકલવામાં મોડું કરી રહી હતી. પણ મેં ક્યારેય વિચાર્યું ન્હોતું કે આ તમારી યાદ તરીકે મારી સાથે રહેશે. તમારા જીવન સાથે જોડાયેલી વાર્તાઓ, તમારી બુદ્ધિ, વિશ્વ સિનેમા વિશેની તમારી અપાર જાણકારી અને તમારી પ્રતિભા હંમેશા યાદ રહેશે. મારી અનુપમા બનવા બદલ યશપાલ સરનો આભાર.. ઓમ શાંતિ.’

કુણાલ ખેમુ અને સંદીપ સિકંદે શોક વ્યક્ત કર્યો હતો
અભિનેતા કુણાલ ખેમુએ તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં અભિનેતાનો ફોટો પોસ્ટ કર્યો અને કહ્યું કે મીટિંગ હંમેશા સરસ હતી. હાથ મિલાવવા અને હગ કરવું. ખરેખર ખૂબ સરસ હતું. ઓમ શાંતિ. તેમજ સંદીપ સિકંદે પણ લખ્યું કે તે આ સમાચારથી ખૂબ જ આઘાતમાં છે. દિલ તૂટી ગયું.