December 26, 2024

2017નો આ નિયમ વિનેશ ફોગાટ પર ભારે પડ્યો! કુસ્તીનું ફોર્મેટ બદલી નાંખ્યું

Vinesh Phogat: પેરિસ ઓલિમ્પિક 2024માંથી ભારતીય કુસ્તીબાજ વિનેશ ફોગાટને ગેરલાયક ઠેરવવાથી ભારતના કરોડો રમતપ્રેમીઓની આશાને મોટો ફટકો પડ્યો છે. પરંતુ તમને ખબર છે કે વર્ષ 2017નો એક નિયમ જ વિનેશ ફોગાટ પર ભારે પડ્યો છે. ખાસ વાત તો એ છે કે વિનેશ ફોગાટ આ મેચ પહેલા ઈજાગ્રસ્ત થઈ ગઈ હોત તો તેને સિલ્વર મેડલ મળી શક્યો હોત, પરંતુ હવે તેણે કોઈ મેડલ વિના ભારત પરત ફરવું પડશે.

શા માટે વજન શ્રેણી રાખવામાં આવે છે?
બોક્સર અને કોમ્બેટ સ્પોર્ટ્સ એથ્લેટ્સને તેમની વજન શ્રેણી પસંદ કરવાની તક મળે છે. આ વજન વર્ગનો આ નિયમ એટલા માટે બનાવવામાં આવ્યો છે કે તેનાથી વધુ વજન ધરાવતા ખેલાડીઓને તે સ્પર્ધામાં ભાગ લેવાની મંજૂરી નથી. કેટલીકવાર વધારે વજન ધરાવતા એથ્લેટ્સ તેમનું વજન ઘટાડે છે અને ઓછા વજનની શ્રેણીની ઇવેન્ટમાં રમે છે. આ રમતોમાં આવું થવું સામાન્ય બાબત છે.

જે નિયમ નુકસાનકારક સાબિત થયો હતો
આ નિયમ 2017માં બનાવવામાં આવ્યો હતો. પછી UWW એ ઓલિમ્પિક કુસ્તીનું ફોર્મેટ બદલી નાખ્યું છે. અગાઉ ઓલિમ્પિકમાં તમામ વજન કેટેગરીની કુસ્તી સ્પર્ધાઓ એક જ દિવસે યોજાતી હતી, પરંતુ 2017માં તેને બદલીને બે દિવસ કરી દેવામાં આવ્યા છે. આ એટલા માટે કરવામાં આવ્યું હતું કે એથ્લેટ્સ એક દિવસમાં ખૂબ વજન લોસ કરીને સ્પર્ધા ન કરે.

વજન-માપના નિયમ
કુસ્તીબાજોએ તેમની સ્પર્ધાની સવારે તેમનું વજન માપવું જરૂરી હોય છે. પ્રથમ દિવસે વજન માપતા પહેલા કુસ્તીબાજને તેના લાયસન્સ અને માન્યતા સાથે તેની સિંગલ પહેરીને તબીબી તપાસ માટે હાજર રહેવું પડશે. પ્રથમ દિવસે વજન માપવાનો સમયગાળો 30 મિનિટનો હોય છે અને કુસ્તીબાજ તેનું વજન ઘણી વખત માપી શકે છે. બીજા દિવસે, કુસ્તીબાજ પાસે વજન માપવા માટે 15 મિનિટ છે. જેમાં સવારે કુસ્તીબાજોનું વજન કરવામાં આવે છે.

આ પણ વાંચો: કરોડો રૂપિયાની માલિક છે Vinesh Phoagat, જાણો કેટલી છે નેટવર્થ

જો વિનેશે પોતાનું વજન ન કર્યું હોત તો શું થાત?
UWW ના નિયમ પ્રમાણે એથ્લેટે સ્પર્ધાના તમામ દિવસોમાં વજન જાળવી રાખવાનું હોય છે. ઓલિમ્પિકમાં કુસ્તી સ્પર્ધા બે દિવસ ચાલે છે, તેથી વિનેશે બંને દિવસે 50 કિલો અથવા તેનાથી ઓછું વજન રાખી શકી હતી. પરંતુ તે બીજા દિવસે તેવું કરી શકી ના હતી. જેના કારણે તેને ગેરલાયક ઠેરવવામાં આવી હતી. નિયમો અનુસાર, જો વિનેશ ફોગાટ ફાઈનલ મેચ પહેલા ઈજાગ્રસ્ત થઈ ગઈ હોત તો તેના પરિણામ પર કોઈ અસર થઈ ન હોત. બીજા દિવસે વજન કરવા માટે હાજર રહેવાની જરૂર નથી અને તેના પરિણામો સુરક્ષિત રહે છે. આ કિસ્સામાં વિનેશ ફોગાટને સિલ્વર મેડલ મળ્યો હોત.