RSS ચીફ મોહન ભાગવતે ધર્મને લઇને આપ્યું મોટું નિવેદન, કહ્યું, ઈસ્લામમાંથી શું શીખવું જોઈએ?
Mohan Bhagwat Speech: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના વડા મોહન ભાગવતે ઈસ્લામ અને ઈસાઈ ધર્મને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે સોમવારે (10 જૂન, 2024) કહ્યું કે ઇસ્લામ અને ખ્રિસ્તી ધર્મ જેવા ધર્મોની ભલાઈ અને માનવતા અપનાવવી જોઈએ. દરેક ધર્મના અનુયાયીઓએ એકબીજાને ભાઈ-બહેન તરીકે માન આપવું જોઈએ. મોહન ભાગવતે નાગપુરમાં કહ્યું, “ભારતીય સમાજ વૈવિધ્યસભર છે, પરંતુ દરેક વ્યક્તિ જાણે છે કે તે એક સમાજ છે અને તેઓ તેની વિવિધતાને પણ સ્વીકારે છે. બધાએ એક થઈને આગળ વધવું જોઈએ અને એકબીજાની પૂજા પદ્ધતિનો આદર કરવો જોઈએ.
#WATCH | Nagpur, Maharashtra: RSS chief Mohan Bhagwat says, "…Elections are an essential process of democracy. Since there are two sides in it there is a contest. Since it is a contest efforts are made to take oneself forward. But there is a dignity to it. Lies should not be… pic.twitter.com/cIjAtvkdTB
— ANI (@ANI) June 10, 2024
મોહન ભાગવતે શું કહ્યું?
મોહન ભાગવતે કહ્યું કે હજારો વર્ષોથી ચાલી રહેલા અન્યાયને કારણે લોકો વચ્ચે અંતર છે. તેમણે વધુમાં કહ્યું કે, આક્રમણખોરો ભારતમાં આવ્યા અને તેમની વિચારધારા પોતાની સાથે લઈને આવ્યા, જેને કેટલાક લોકોએ અનુસર્યા, પરંતુ આ સારી વાત છે કે આ વિચારધારાથી દેશની સંસ્કૃતિને કોઈ અસર થઈ નથી. રેશમબાગમાં ડૉ. હેડગેવાર સ્મૃતિ ભવન સંકુલમાં સંસ્થાના ‘કાર્ત્યકર્તા વિકાસ વર્ગ-2’ના સમાપન કાર્યક્રમમાં આરએસએસના તાલીમાર્થીઓના મેળાવડાને સંબોધતા મોહન ભાગવતે કહ્યું કે અલગ-અલગ જગ્યાઓ અને સમાજમાં સંઘર્ષ સારો નથી.
જ્ઞાતિવાદ વિશે શું કહ્યું?
ભાગવતે કહ્યું કે દરેક વ્યક્તિએ એમ માનીને આગળ વધવું જોઈએ કે આ દેશ આપણો છે અને આ ધરતી પર જન્મેલા તમામ લોકો આપણા પોતાના છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે ભૂતકાળને ભૂલી જવું જોઈએ અને દરેકને પોતાના તરીકે સ્વીકારવું જોઈએ. ભાગવતે વધુમાં કહ્યું કે જાતિવાદને સંપૂર્ણ રીતે ખતમ કરી દેવો જોઈએ. તેમણે RSSના અધિકારીઓને સમાજમાં સામાજિક સમરસતા માટે કામ કરવા કહ્યું.