તાકાત વિના વિશ્વ પ્રેમની ભાષા સમજી શકતું નથી: મોહન ભાગવત

Mohan Bhagwat: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ના વડા ડૉ. મોહન ભાગવતે કહ્યું છે કે ભારત વિશ્વનો સૌથી જૂનો દેશ છે અને તેની ભૂમિકા ‘મોટા ભાઈ’ ની છે. ભારત એક એવો રાષ્ટ્ર છે જે વિશ્વમાં શાંતિ, સંવાદિતા અને ધર્મનો પ્રચાર કરે છે. આ સાથે પાકિસ્તાન પર તાજેતરમાં થયેલી કાર્યવાહીનો ઉલ્લેખ કરતા સંઘના વડાએ કહ્યું કે ભારત માટે શક્તિશાળી હોવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેઓ શનિવારે જયપુરના હરમારામાં રવિનાથ આશ્રમમાં આયોજિત એક સન્માન સમારોહને સંબોધિત કરી રહ્યા હતા.

ડૉ. ભાગવતે કહ્યું કે ભારતમાં બલિદાનની પરંપરા રહી છે. આપણે ભગવાન શ્રી રામથી લઈને ભામાશાહ સુધીના તે બધા મહાપુરુષોની પૂજા કરીએ છીએ જેમણે સમાજ માટે પોતાનું સર્વસ્વ આપી દીધું. તેમણે ભાર મૂક્યો કે ધર્મ અને શાંતિનો સંદેશ આપવા માટે પણ શક્તિ જરૂરી છે.

તાકાત વિના વિશ્વ પ્રેમની ભાષા સમજી શકતું નથી
પાકિસ્તાન પર તાજેતરમાં થયેલી લશ્કરી કાર્યવાહીનો ઉલ્લેખ કરતા મોહન ભાગવતે કહ્યું, ભારત કોઈને નફરત કરતું નથી. પરંતુ વિશ્વ પ્રેમની ભાષા ત્યારે જ સાંભળે છે જ્યારે તમારી પાસે તાકાત હોય. આ આ દુનિયાનો સ્વભાવ છે, જેને બદલી શકાતો નથી. તેથી વિશ્વ કલ્યાણ માટે ભારતનું શક્તિશાળી બનવું જરૂરી છે. વિશ્વએ હવે આપણી તાકાત જોઈ લીધી છે.

આ પણ વાંચો: ભુવાએ યુવતી સાથે દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી, બગદાણા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ 

વિશ્વ કલ્યાણ એ હિન્દુ ધર્મનું કર્તવ્ય છે
તેમણે વધુમાં કહ્યું કે વિશ્વ કલ્યાણ એ આપણો ધર્મ છે. ખાસ કરીને તે હિન્દુ ધર્મનું દ્રઢ કર્તવ્ય છે. આ આપણી ઋષિ પરંપરા રહી છે. જેને સંત સમાજ આજે આગળ ધપાવી રહ્યો છે. કાર્યક્રમ દરમિયાન મોહન ભાગવતે સંત રવિનાથ મહારાજ સાથેના પોતાના અનુભવો શેર કર્યા અને કહ્યું કે તેમની કરુણા અને પ્રેરણાથી સંઘના સ્વયંસેવકોને સારા કાર્યો માટે માર્ગદર્શન મળે છે.