April 15, 2025

RR vs RCB: સંજુ સેમસનનું નામ શરમજનક યાદીમાં એડ થયું, શરમજનક રેકોર્ડ નોંધાયો

IPL 2025: ડબલ હેડર મેચ આજે રમાઈ રહી છે. પહેલા મુકાબલામાં રાજસ્થાન અને બેંગ્લોર વચ્ચે મેચ રમાઈ રહી છે. સંજુ પોતાના બેટથી કંઈ ખાસ પ્રદર્શન કરી રહ્યો હતો. આઉટ થતાની સાથે તેના નામે એક શરમજનક રેકોર્ડ નોંધાઈ ગયો છે. શિખર ધવન અને દિનેશ કાર્તિકની યાદીમાં જોડાય છે.

આ પણ વાંચો: રૂતુરાજ ગાયકવાડે ધોનીને કર્યો અનફોલો, શું બંને વચ્ચે ચાલી રહ્યું છે યુદ્ધ?

સંજુ સેમસનના નામે એક શરમજનક રેકોર્ડ નોંધાયો
સંજુ આઈપીએલના ઇતિહાસમાં સૌથી વધુ વખત સ્ટમ્પ આઉટ થનાર ભારતીય બેટ્સમેન બની ગયો છે. સંજુ પણ RCB સામે સ્ટમ્પ આઉટ થયો હતો. સંજુ અત્યાર સુધી IPLમાં 11 વખત સ્ટમ્પ આઉટ થઈ ગયો છે. IPLમાં સૌથી વધુ વખત આઉટ થવાનો રેકોર્ડ શિખર ધવન, દિનેશ કાર્તિક અને સુરેશ રૈનાના નામે હતો. પરંતુ હવે આ રેકોર્ડ સંજુના નામે છે. આઈપીએલ 2025માં સંજુનું બેટ ચાલી રહ્યું નથી.