RR vs RCB: જોસ બટલરે અજિંક્ય રહાણેનો રેકોર્ડ તોડ્યો
IPL 2024: રાજસ્થાન રોયલ્સે આરસીબીની ગઈ કાલે મેચ હતી. જેમાં રાજસ્થાનની જીતનો હિરો જોસ બટલર બની ગયો હતો. કારણ કે તેણે શાનદાર સદી ફટકારી હતી. આ મેચમાં તેને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ પણ આપવામાં આવ્યો છે.
રેકોર્ડ તોડ્યો હતો
IPL 2024 ની 19મી મેચ રોયલ ચેલેન્જર્સ બેંગલોર અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાઈ હતી. આ મેચમાં રાજસ્થાનની રોયલ જીત થઈ હતી. રોયલ્સ તરફથી આ મેચમાં જોસ બટલરે શાનદાર સદી ફટકારીને મેચનો હિરો બટલર બની ગયો હતો. આ એવોર્ડ જીતીને જોસે અજિંક્ય રહાણેનો રેકોર્ડ તોડ્યો હતો. બટલરે 11 વખત પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ જત્યો છે. , આ પહેલા તે અજિંક્ય રહાણે (10)ની બરાબરી ઉપર હતો.
આ પણ વાંચો: રાજસ્થાન રોયલ્સે રચ્યો ઇતિહાસ, IPLમાં આવું કરનારી પ્રથમ ટીમ
પ્રથમ સ્થાન
રોયલ્સ ટીમ પોઈન્ટ ટેબલમાં ખૂબ જ મજબૂત સ્થિતિમાં જોવા મળી રહ્યું છે. આ મેચ જીતીને રાજસ્થાનની ટીમે પોતાની પહેલા સ્થાનને પક્ડી રાખ્યું છે. જોકે અહિંયા બેંગ્લોરની ટીમનું ખુબ ખરાબ સ્થિતિ જોવા મળી રહી છે. બેંગ્લોરની ટીમને અહીં ચોથી હારનો સામનો કરવાનો વારો આવ્યો છે. બેંગ્લોરની ટીમે અત્યાર સુધીમાં 5મેચ રમી છે. જેમાંથી ખાલી 1 મેચમાં તેનો વિજય થયો છે.
જોરદાર પ્રદર્શન
રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સંજુ સેમસને આ મેચમાં ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જે આગળ જઈને ખરો સાબિત થયો હતો. RCBની ટીમે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 183 રન બનાવ્યા હતા. ટીમ માટે વિરાટ કોહલીએ સૌથી વધુ 113 રન બનાવ્યા હતા. રાજસ્થાન રોયલ્સે આ લક્ષ્ય માત્ર 19.1 ઓવરમાં હાંસલ કરી લીધું હતું. રાજસ્થાન માટે જોસ બટલરે 58 બોલમાં 100 રન બનાવ્યા હતા. આ વખતની સિઝનમાં IPLનું જોરદાર પ્રદર્શન જોવા મળી રહ્યું છે.