RR vs MI: જયપુરમાં ફરી રનનો વરસાદ થશે કે બોલરોનો જાદુ ચાલશે? જાણો પિચ રિપોર્ટ

IPL 2025 સિઝનની 50મી મેચમાં મુંબઈની ટીમ અને રાજસ્થાનની ટીમનો આમનો-સામનો થવાનો છે. આ મેચનું આયોજન જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં થવાનું છે. રાજસ્થાનની ટીમે આજની મેચ જીતવી ખૂબ જરૂરી છે. પ્લેઓફની રેસમાં રહેવા માટે રાજસ્થાનની ટીમને આ મેચ જીતવી ખૂબ જરૂરી છે. બીજી બાજૂ મુંબઈની ટીમે શાનદાર પ્રદર્શન કર્યું હતું. ત્યારે આવો જાણીએ કે આજની પીચ વિશે.

આ પણ વાંચો: BCCIએ શ્રેયસ ઐયરને દંડ ફટકાર્યો, CSK સામેની મેચમાં આ કરી મોટી ભૂલ

જયપુરની પીચ કેવી રહેશે
જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમની IPL 2025 સિઝનમાં બેટિંગ વધારે સરળ જોવા મળી હતી. પ્રથમ ઇનિંગ્સનો સરેરાશ સ્કોર લગભગ 187 રન રહ્યો છે. આજની મેચમાં ટોસની મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. જે ટીમ ટોસ જીતે છે તે પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કરી શકે છે. અત્યાર સુધીમાં 60 IPL મેચ રમાઈ છે, જેમાંથી પહેલા બેટિંગ કરનારી ટીમ 21 મેચમાં જીત અને લક્ષ્યનો પીછો કરતી ટીમ 39 મેચ જીતવામાં સફળ રહી છે.