December 22, 2024

IPL 2024: રાજસ્થાન અને લખનૌ વચ્ચે આજે ખરાખરીનો મુકાબલો

IPL 2024: થોડી વારમાં રાજસ્થાન અને લખનૌ કે વચ્ચે અહમ મુકાબલો શરૂ થવાનો છે. આજે ચોથી મેચનું આયોજન જયપુરના માનસિંહ સ્ટેડિયમમાં થવાનું છે. રાજસ્થાન રોયલ્સ ઘર આંગણે આ મેચ જીતવાનો પ્રયાસ કરતી જોવા મળશે. જ્યારે લખનૌ સુપર જાયન્ટ્સ જીત સાથે નવી સિઝનની શરૂઆત કરતા જોવા મળશે.

શ્રેષ્ઠ પ્રયાસ
IPLમાં આ બંને ટીમ આ પહેલા પણ ટકરાઈ હતી. ફરી એક વાર આજ સ્ટેડિયમમાં બંને ટીમ સામે સામે આવશે. આ પહેલા જ્યારે મેચ રમાઈ હતી તેમાં લખનૌની ટીમે રાજસ્થાનને તેના ઘરે 10 રને હરાવ્યું હતું. જેના કારણે લખનૌની ટીમમાં આત્મવિશ્વાસ વધારે હશે. જોકે રાજસ્થાન પણ એવા પ્રયાસ કરશે કે તેને પોતાના ઘર આંગણે હારવાનો વારો ના આવે. મોટા ભાગના લોકોની નજર આ વખતે કેએલ રાહુલના પ્રદર્શન પર રહેવાની છે. ટેસ્ટ સીરીઝની પ્રથમ મેચ રમ્યા બાદ અનફિટ હોવાના કારણે તે મેચથી બહાર થઈ ગયો હતો. કહેવામાં આવી રહ્યું છે કે રાજસ્થાનની ટીમ તરફથી રોવમેન પોવેલ મહત્વની ભૂમિકા ભજવી શકે છે.

રાજસ્થાન રોયલ્સ- યશસ્વી જયસ્વાલ, સંજુ સેમસન, રેયાન પરાગ, આર અશ્વિન, શિમરોન હેટમાયર, રોવમેન પોવેલ, ધ્રુવ જુરેલ, યુઝવેન્દ્ર ચહલ, અવેશ ખાન, ટ્રેન્ટ બોલ્ટ, જોસ બટલર

લખનૌ સુપરજાયન્ટ્સ- ક્વિન્ટન ડી કોક, રવિ બિશ્નોઈ, દેવદત્ત પડીક્કલ, દીપક હુડા, કેએલ રાહુલ (કેપ્ટન), નિકોલસ પૂરન, આયુષ બદોની, માર્કસ સ્ટોઈનીસ, ક્રુણાલ પંડ્યા, નવીન-ઉલ-હક, યશ ઠાકુર, આ ખેલાડીઓ છે જે લખનૌમાં છે. હવે જોવાનું રહ્યું આજની મેચની જીત કોના નામે જાય છે.