RR vs KKR: રિયાન પરાગના નામે નોંધાયો આ શરમજનક રેકોર્ડ

RR vs KKR: રાજસ્થાનને બીજી મેચમાં પણ હારનો સામનો કરવો પડ્યો હતો. પહેલી મેચમાં હૈદરાબાદ સામે બીજી મેચમાં કોલકાતની સામે હાર મળી હતી. રાજસ્થાન રોયલ્સના કેપ્ટન રિયાન પરાગના નામે એક શરમજનક રેકોર્ડ નોંધાયો છે. આવો જાણીએ આ રેકોર્ડ વિશે.

આ પણ વાંચો: SRH vs DC: હૈદરાબાદમાં બેટ્સમેનનો રહેશે દબદબો કે બોલર્સ છવાશે? જાણો પિચ રિપોર્ટ

રિયાન પરાગના નામે શરમજનક રેકોર્ડ
રિયાન પરાગે રાજસ્થાન રોયલ્સની બંને મેચમાં કેપ્ટનની ભૂમિકા ભજવી છે. રાજસ્થાન રોયલ્સના નિયમિત કેપ્ટન સંજુ સેમસન એક પ્રભાવશાળી ખેલાડી તરીકે રમી રહ્યા છે. સંજુ સેમસનની ગેરહાજરીમાં, રિયાન પરાગ કેપ્ટનની ભૂમિકા ભજવી રહ્યો છે. જોકે તેનું પ્રદર્શન કંઈ ખાસ જોવા મળ્યું ના હતું. સનરાઇઝર્સ હૈદરાબાદ સામે રાજસ્થાન રોયલ્સને 44 રનથી હારનો સામનો કરવાનો વારો આવ્યો હતો. રિયાન પરાગે 71 IPL મેચ રમી છે. જેમાં આ ઓલરાઉન્ડરે 24.04 ની સરેરાશથી 1202 રન બનાવ્યા છે. આ ટુર્નામેન્ટમાં રિયાન પરાગે 6 વખત પચાસ રનનો આંકડો પાર કર્યો છે. આ ઉપરાંત, તેણે 83 ની સરેરાશથી 4 બેટ્સમેનોને આઉટ કર્યા છે.