News 360
Breaking News

આવતીકાલે RR vs KKR વચ્ચે મેચ, જાણો પીચ રિપોર્ટ

RR vs KKR Pitch Report: કોલકાતા નાઈટ રાઈડર્સે IPL 2025 ની શરૂઆત હાર સાથે થઈ છે. બીજી બાજુ રાજસ્થાનની ટીમને પણ પહેલી જ મેચમાં હારનો સામનો કરવાનો વારો આવ્યો હતો. ગુવાહાટી મેદાન પર ઇન્ડિયન પ્રીમિયર લીગની 18મી સીઝનની છઠ્ઠી મેચમાં KKR અને રાજસ્થાન તેમની પહેલી જીત નોંધાવવા માટે નજર રાખશે. ત્યારે આવો જાણીએ ગુવાહાટીની પિચ કેવી રહેશે.

આ પણ વાંચો: ‘ધ ગાબા’ સ્ટેડિયમ તોડી પાડવાનો નિર્ણય કેમ કરવામાં આવ્યો?

ગુવાહાટીની પિચ કેવી રમે છે?
રાજસ્થાન અને કેકેઆર વચ્ચેનો રોમાંચક મુકાબલો ગુવાહાટીના બારસાપારા ક્રિકેટ સ્ટેડિયમમાં થવાનો છે. આ મેદાનને બેટ્સમેન માટે સ્વર્ગ ગણવામાં આવે છે. અહિંયા બેટ્સમેન ચોગ્ગા અને છગ્ગાનો ઢગલો કરી શકે છે. આ પીચ બોલરો માટે મુશ્કેલી ભરેલી છે. રાજસ્થાનની ટીમ અને કેકેઆર પાસે સારા સારા બેટ્સમેન છે. જેના કારણે ટોસ જીતનારી ટીમ પહેલા બેટિંગ લઈ શકે છે. અહિંયા 3 મેચ રમાઈ છે. KKR અને રાજસ્થાન 29 વખત એકબીજા સામે ટકરાયા છે, જેમાંથી કોલકાતા નાઈટ રાઈડર્સે 14 મેચ જીતી છે જ્યારે રાજસ્થાન રોયલ્સે 12 મેચ જીતી છે.