December 19, 2024

AIથી છેતરપિંડીનો નવો રસ્તો, એક સેકન્ડમાં ખાતું ખાલી થઈ જશે

અમદાવાદ: ક્રાઈમના દરમાં સતત વધારો થઈ રહ્યો છે. તેમાં પણ હવે છેતરપિંડીમાં AIનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જેના કારણે તમને અંદાજો પણ નહીં આવે કે તમારી સાથે શું થઈ રહ્યું છે, જ્યાં સમજ આવશે એ પહેલા તમારી સાથે છેતરપિંડી થઈ ગઈ છે. હવે તો આ છેતરપિંડી કરનાર નરાધમોએ નવો રસ્તો અપનાવ્યો છે. જે ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે તે તમે વિચારી પણ ના શકો. આવો જાણીએ કે કેવી રીતે ટેકનોલોજીનો ઉપયોગ કરીને કરવામાં આવી છેતરપિંડી.

સોશિયલ મીડિયામાં આપી માહિતી
અપરાધીઓએ લોકોને છેતરવાનો નવો રસ્તો લાવ્યા છે. જેમાં તમારા પરિવારના કોઈ પણ વ્યક્તિના અવાજમાં ફોન કરવામાં આવી રહ્યો છે. આવો જ એક બનાવ એક યુઝર સાથે બન્યો છે. તેમણે પોતાનો અનુભવ સોશિયલ મીડિયામાં શેર કર્યો છે. જેમાં તેમની સાથે બનેલ તમામ માહિતી જણાવી છે. તેમણે પોતાની પોસ્ટમાં લખ્યું કે તેને કોઈ અજાણ્યા નંબરથી ફોન કરવામાં આવ્યો હતો. સામે પોતાને પોલીસ ઓફિસર જણાવ્યું હતું અને કહ્યું કે તેમની દિકરી મોટી મુશ્કેલીમાં છે. સ્કેમરે નકલી પોલીસે કહ્યું કે મારી પુત્રીની તેના ત્રણ મિત્રો સાથે ધરપકડ કરાઈ છે. આ બાદ અપરાધીઓએ તેની દિકરીનો અવાજ સંભળાવે છે. જેમાં માં ‘મમ્મા મને બચાવો…’ તેવું સંભાય છે. આ અવાજ અસલ તેમની દિકરીના અવાજ જેવો જ હતો. ત્યાર બાદ આ યુઝરને અંદાજો આવ્યો કે તેની સાથે છેતરપિંડી થઈ રહી છે.

કન્ફર્મ કરો
જે બાદ આ યુઝરે પોતાના સોશિયલ મીડિયાના તમામ પ્લેટફોર્મ પર આ અનુભવ શેર કર્યો હતો. તેમને કરેલી આ પોસ્ટ X પર લગભગ 7 લાખ વ્યૂઝ છે. આ સિવાય પણ ઘણાં કૌભાંડ સામે આવી રહ્યા છે. જેમાં વપરાશકર્તાઓને ટેલિકોમ્યુનિકેશન વિભાગના IVR પર કૉલ ટ્રાન્સફર કરવા અને નંબરને સક્રિય રાખવા માટે ‘9’ બટન દબાવવા ફોર્સ કરવામાં આવે છે. ત્યાર બાદ સ્કેમર્સ વપરાશકર્તાઓ સાથે વાત કરે છે અને તેમની અંગત માહિતી લે છે. ત્યાર બાદ કૌભાંડને અંજામ આપે છે.