આ તેલ તમારા વાળ માટે છે વરદાન, થશે આટલા ફાયદા

Rosemary Oil For Hair: મોટા ભાગના લોકોને વાળ ખરવાની સમસ્યા હોય છે. ત્યારે તમને ચોક્કસ સવાલ થતો હશે કે ક્યું તેલ નાંખીશું કે જેના કારણે વાળ ખરવાની સમસ્યા દૂર થશે. તમારે વાળની સમસ્યા દૂર કરવા માટે રોઝમેરી ઓઈલનો ઉપયોગ કરવાનો રહેશે. આ તેલના થોડા ટીપાં પણ તમે નાંખશો તો પણ તમારા વાળ ખરતા બંધ થઈ જશે.
રોઝમેરીના પાંદડાનો ઉપયોગ
જો તમે ઇચ્છો તો, તમે તમારા વાળમાં લીલા રોઝમેરીના પાંદડાનો ઉપયોગ કરી શકો છો. તેના માટે તમારે પાણીમાં પાંદડાઓને ઉકાળવાના રહેશે. હવે તમારે એક બોટલમાં આ પાણી નાંખવાનું રહેશે. હવે આ પાણીને હેર સ્પ્રેની જેમ વાળમાં તમારે લગાવવાના રહેશે. તમે આ પાણીથી વાળને ધોઈ પણ શકો છો.
આ પણ વાંચો: 15 વર્ષ પછી બેવડી સદી ફટકારવા બદલ સચિનને મળ્યું ખાસ સરપ્રાઈઝ, વીડિયો વાયરલ
રોઝમેરી તેલના ફાયદા
રોઝમેરી તેલ વાળમાં લગાવવાથી માથામાં લોહીનું પરિભ્રમણ સુધરે છે. જેના કારણે વાળ ખરવાની સમસ્યા દૂર થાય છે. રોઝમેરી તેલ લગાવવાથી માથાની ચામડીની સમસ્યા હોય કે પછી ખોડો હોય તો પણ તમને રાહત મળે છે. આ તેલ નાંખવાથી તમારા માથામાં આવતી ખંજવાળમાંથી રાહત મળે છે. રોઝમેરી તેલ લગાવવાથી વાળની લંબાઈ વધે છે. રોઝમેરી તેલ લગાવવાથી વાળની લંબાઈ અને જાડાઈમાં વધારો થાય છે.