ગુલાબમાંથી આ રીતે બનાવો ગુલાબજળ, આ છે ફાયદાઓ

Rose Water Making From Fresh Rose: ફૂલ જોવામાં સુંદર હોય છે. સુંદરતાની સાથે તેમાં રહેલી સુગંધ લોકોને ખૂબ પસંદ આવે છે. ત્યારે અમે તમારા માટે ગુલાબના ફૂલોમાંથી ગુલાબજળ બનાવવાની રીત લઈને આવ્યા છીએ. જેની મદદથી તમે ઘરે પણ ગુલાબજળ બનાવી શકો છો.
આ પણ વાંચો: ટીમ ઈન્ડિયાના આ ખેલાડીએ જીત્યો બેસ્ટ ફિલ્ડર મેડલ, શિખર ધવને કર્યું સન્માન
ગુલાબના ફૂલોમાંથી ગુલાબજળ કેવી રીતે બનાવવું
ગુલાબજળ બનાવવા માટે તમારે તાજા ફૂલ લેવાના રહેશે. આ પછી તેને તમારે તાજા પાણીથી સારી રીતે સાફ કરી દો. જેના કારણે ફૂલ પર કોઈ પણ પ્રકારનું રસાયણ છે તો તે દૂર થઈ જશે.
હવે તમારે એક પેન લેવાનું રહેશે. તેમાં ગુલાબના પાન નાંખો. હવે તમારે તેને સારી રીતે પકાવવાનું રહેશે. ગુલાબની પાંખડીઓ તમને પીળી લાગવા લાગે છે પછી ગેસને બંધ કરી દો.
આ પાણીને તમારે ઠંડુ કરી દેવાનું રહેશે. હવે તેને કાચની બોટલમાં ભરી દો. આ તાજા ગુલાબજળને રેફ્રિજરેટરમાં સ્ટોર કરો. તો તૈયાર છે તમારું ગુલાબજળ. તમે તેનો ઉપયોગ ચહેરાની સુંદરતા વધારવા કે પછી ખાવામાં પણ લઈ શકો છો. શરબત કે અન્ય કોઈ વાનગીમાં પણ તમે ગુલાબજળને એડ કરીને પી શકો છો.