December 19, 2024

MIની કેપ્ટનશિપ છીનવાઈ જવા પર રોહિતનું નિવેદન

IPL 2024: આ વખતની આઈપીએલમાં સૌથી ખરાબ પ્રદર્શન મુંબઈની ટીમનું જોવા મળી રહ્યું છે. હાર્દિકે જ્યારથી મુંબઈની ટીમની કમાન સંભાળી છે. ત્યારથી જ ટીમની જાણે પડતી શરૂ થઈ હોય તેવું જોવા મળી રહ્યું છે. આ બાજૂ આ વખતની સિઝનમાં મુંબઈની ટીમના ચાહકોને રોહિતની મિસ કરી રહ્યા હોય તેવું જોવા મળી રહ્યું છે. ત્યારે આજે MIની કેપ્ટન્સી છીનવાઈ જવા પર રોહિતે ખુલ્લેઆમ બોલ્યા છે. આવો જાણીએ શું કહ્યું રોહિતે.

ખુલ્લેઆમ પોતાનો મત
રોહિત શર્માએ IPL 2024 પહેલા મુંબઈ ઈન્ડિયન્સની કમાન છીનવાઈ ગઈ હતી. રોહિતે કપ્તાનીને લઈને આજે નિવેદન આપ્યું હતું. જેમાં રોહિત કહે છે કે આ બધું જીવનનો એક ભાગ છે. હિટમેને હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપમાં રમવા અંગે પણ નિવેદન આપ્યું હતું. હિટમેને કહ્યું કે આમાં કંઈ અલગ કે નવું નથી. તે ઘણા સુકાનીઓના નેતૃત્વમાં રમ્યો છે. જ્યારે આ વખતની સિઝનમાં IPL 2024ની હરાજી થઈ રહી હતી મુંબઈની ટીમની ત્યારે તમામ ચાહકો ચોંકી ગયા હતા. ખેલાડીઓ પણ ચોંકી ગયા હતા.

આ પણ વાંચો: આજે MI અને KKR વચ્ચે મહામુકાબલો થશે, જાણી લો કેવી હશે પિચ

હાર્દિક સામે બૂમાબૂમ
મુંબઈ ઈન્ડિયન્સની ટીમ મેનેજમેન્ટે હાર્દિકને ટીમની કમાન સોંપી ત્યારથી જ ચાહકોની બૂમાબૂમ જોવા મળી હતી. સ્થિતિ એવી હતી કે મેચ દરમિયાન પણ નારાજ ચાહકો હાર્દિક સામે બૂમાબૂમ કરતા જોવા મળ્યા હતા. IPL 2024માં રોહિત શર્માનું બેટ જોરદાર બોલે છે. આ સિઝનમાં હિટમેને અત્યાર સુધીમાં 10 મેચ રમી છે અને તેના બેટથી 158.29ના સ્ટ્રાઈક રેટથી 315 રન બનાવ્યા છે. મહત્વની વાત એ છે કે હાર્દિકની કપ્તાનીમાં મુંબઈ ઈન્ડિયન્સની હાલત કફોડી બની ગઈ છે.