December 23, 2024

T20 ક્રિકેટમાં રોહિત શર્માએ આ સૌથી મોટો રેકોર્ડ બનાવ્યો

IPL 2024: મુંબઈ ઈન્ડિયન્સની ટીમે IPL 2024માં જીતનું ખાતું ખોલ્યું છે. મુંબઈ ઈન્ડિયન્સની 29 રને જીત મળી છે. T20 ક્રિકેટમાં મુંબઈ ઈન્ડિયન્સની આ 150મી જીત છે. આવું કરનાર આ પહેલી ટીમ બની છે. આ પહેલા T20 ક્રિકેટમાં કોઈપણ ટીમ 150 મેચ જીતી શકી નથી. આ સમયે ટીમના પુર્વ કેપ્ટનને જોરદાર પ્રદર્શન કર્યું છે.

રોહિત શર્માનો મોટો રેકોર્ડ
મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સની ટીમો વચ્ચે રમાયેલી મેચ રોહિત શર્માની T20 ક્રિકેટમાં 430મી આ મેચ હતી. ગઈ કાલની મેચમાં મુંબઈની ટીમની જીત સાથે રોહિત શર્માએ પણ પોતાનો રેકોર્ડ બનાવ્યો છે. રોહિત શર્મા 250 T20 મેચ જીતનાર પ્રથમ ભારતીય બની ગયો છે. આ યાદીમાં બીજા સ્થાન પર એમએસ ધોની છે તેમે 222 મેચમાં જીત પ્રાપ્ત કરી છે. રોહિત શર્મા પહેલા કિરોન પોલાર્ડ, શોએબ મલિક, ડ્વેન બ્રાવો, સુનીલ નારાયણ અને આન્દ્રે રસેલ આ સિદ્ધિ મેળવી ચૂક્યા છે. કિરોન પોલાર્ડ, શોએબ મલિક અને ડ્વેન બ્રાવોએ તો 300 જીતનો આંકડો પાર કરી લીધો છે. T20માં સૌથી વધુ મેચ જીતનાર ખેલાડીઓમાં 359 – કિરોન પોલાર્ડ, 325 – શોએબ મલિક, 320 – ડ્વેન બ્રાવો, 286 – સુનીલ નારાયણ, 250 – આન્દ્રે રસેલ, 250 – રોહિત શર્મા છે.

આ પણ વાંચો: સોમનાથના દર્શન બાદ ‘હાર્દિક’ને મળી સફળતા, MIએ ખાતું ખોલ્યું

રોહિત શર્માની જોરદાર ઇનિંગ
દિલ્હી કેપિટલ્સ સામેની આ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સની જીત થઈ હતી. જેમાં રોહિતનું શાનદાર પ્રદર્શન જોવા મળી રહ્યું છે. રોહિતે 27 બોલમાં 49 રન બનાવ્યા છે. જેમાં તેણે 6 ચોગ્ગા અને ત્રણ છગ્ગા લગાવ્યા હતા. દિલ્હી કેપિટલ્સ સામે તેના 1000 રન પણ પુર્ણ કર્યા હતા. રોહિત સિવાય માત્ર વિરાટ કોહલી જ દિલ્હી કેપિટલ્સ સામે 1000 રન બનાવવાની સિદ્ધિ મેળવી હતી. જોકે હવે રોહિત શર્માએ પોતાનો રેકોર્ડ બનાવી લીધો છે. આ મેચમાં 1 બાઉન્ડ્રી ફટકારવા ઉપરાંત રોહિતે T20 ક્રિકેટમાં 1500 બાઉન્ડ્રી પણ પૂરી કરી હતી. તે T20 ક્રિકેટમાં 1500 બાઉન્ડ્રી ફટકારનાર ભારતનો પ્રથમ ખેલાડી બની ગયો છે. વધુ બાઉન્ડ્રી ફટકારવામાં આવેલી યાદીમાં વિરાટ કોહલી બીજા ક્રમે છે, તેના નામે કુલ 1486 બાઉન્ડ્રી છે.