IND vs AUS: રોહિત શર્મા સિડની ટેસ્ટમાંથી બહાર, ટીમની કમાન બુમરાહ સંભાળશે
IND vs AUS Test Series: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 3 જાન્યુઆરીથી બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની પાંચમી અને અંતિમ ટેસ્ટ મેચ રમાવાની છે. આ મેચ પહેલા એક મોટા સમાચાર સામે આવ્યા છે. કેપ્ટન રોહિત શર્મા સિડનીમાં રમાનારી પાંચમી ટેસ્ટ નહીં રમે. નોંધનીય છે કે, ઈજાના કારણે આકાશદીપ સિડની ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાનો ભાગ નહીં હોય. આકાશદીપની જગ્યાએ પ્રસિદ્ધ કૃષ્ણને તક મળી છે. તે લાંબા સમય બાદ ટીમ ઈન્ડિયામાં વાપસી કરશે. આ સિવાય કેએલ રાહુલ ઇનિંગની શરૂઆત કરશે. રોહિતની જગ્યાએ શુભમન ગિલની ટીમમાં વાપસી થઈ છે. આ સિવાય યશસ્વી જયસ્વાલ અને કેએલ રાહુલ પાંચમી ટેસ્ટમાં ઇનિંગ્સની શરૂઆત કરશે. શુભમન ગિલ ત્રીજા નંબર પર રમતો જોવા મળશે. આ પછી વિરાટ કોહલી ચોથા નંબરે અને વિકેટકીપર બેટ્સમેન રિષભ પંત પાંચમા નંબરે રમશે.
સિડની ટેસ્ટમાં પણ ટીમ ઈન્ડિયા બે સ્પિનરો સાથે મેદાનમાં ઉતરશે. આવી સ્થિતિમાં રવિન્દ્ર જાડેજા અને વોશિંગ્ટન સુંદર બંને અંતિમ ઈલેવનનો ભાગ હશે. ફાસ્ટ બોલિંગમાં જસપ્રિત બુમરાહની સાથે મોહમ્મદ સિરાજ અને પ્રસિદ્ધ ક્રિષ્ના એક્શનમાં જોવા મળશે.
જસપ્રીત બુમરાહ ફરી એકવાર કેપ્ટન
આ શ્રેણીમાં ભારતે એકમાત્ર ટેસ્ટ જીતી હતી, રોહિત શર્મા તેમાં રમ્યો ન હતો. ત્યારબાદ કમાન ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહના હાથમાં હતી. હવે જો રોહિત પાંચમી ટેસ્ટ નહીં રમે તો બુમરાહ ફરી એકવાર કેપ્ટન્સી કરતો જોવા મળશે. બુમરાહની કેપ્ટન્સીમાં ટીમ ઈન્ડિયાએ પર્થ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાને 295 રનથી હરાવ્યું હતું. બુમરાહની કેપ્ટન્સીમાં ટીમ વધુ સંતુલિત દેખાતી હતી.
પાંચમી ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવન- યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, શુભમન ગિલ, વિરાટ કોહલી, ઋષભ પંત (વિકેટકીપર), રવિન્દ્ર જાડેજા, નીતિશ કુમાર રેડ્ડી, વોશિંગ્ટન સુંદર, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ અને પ્રસિદ્ધ કૃષ્ણ.