December 19, 2024

વિરાટ કોહલીના ગઢમાં રોહિત શર્માના નારા લાગ્યા, વીડિયો વાયરલ

IND vs NZ: ભારત અને ન્યુઝીલેન્ડની ટીમો બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ટેસ્ટ સિરીઝની પ્રથમ મેચ રમાઈ રહી છે. મેચના ચોથા દિવસે ટીમ ઈન્ડિયાની સારી શરૂઆત રહી હતી. આ વચ્ચે એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જે વીડિયોમાં સાંભળી શકાય છે કે રોહિત શર્માના નામ પર નારા લગાવવામાં આવી રહ્યા છે.

રોહિત શર્માના નામ પર નારા
ખાતે ત્રણ મેચની ટેસ્ટ સિરીઝની પ્રથમ મેચ રમી રહી છે. મેચમાં ચોથા દિવસે ટીમ ઈન્ડિયાની સારી શરૂઆત રહી હતી. આ વચ્ચે એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ ચિન્નાસ્વામી સ્ટેડિયમ વિરાટ કોહલીનો ગઢ કહેવાય છે. હવે તે જ સ્ટેડિયમમાં રોહિતના નારા આજે લાગી રહ્યા હતા. વીડિયોમાં જોઈ શકાય છે કે કેએલ રાહુલ બાઉન્ડ્રી લાઈન પાસે ફિલ્ડિંગ કરવા આવી રહ્યો હતો. આ સમયે રોહિતના ચાહકો હાથ બતાવે છે અને તેના નારા લગાવવા લાગે છે. મુંબઈના વાનખેડેમાં રોહિતના નારા ઘણી વખત તમે સાંભળ્યા હશે. પરંતુ નવાઈની વાત તો એ છે કે ચિન્નાસ્વામીનું સ્ટેડિયમમાં પણ રોહિતના નારા લાગવા લાગ્યા છે.

ક્રિકેટમાં પોતાનું શાનદાર પ્રદર્શન
સરફરાઝ ખાન છેલ્લા ઘણા સમયથી સ્થાનિક ક્રિકેટમાં પોતાનું શાનદાર પ્રદર્શન કરી રહ્યો હતો. એમ છતાં તેને ટીમ ઈન્ડિયામાં જગ્યા મળી રહી ના હતી. ટીમ ઈન્ડિયા માટે ટેસ્ટ ક્રિકેટ રમવાની તક મળી હતી. જેનો પુરો લાભ તેણે ઉઠાવ્યો હતો. ન્યૂઝીલેન્ડ સામેની આ ટેસ્ટ સિરીઝની શરૂઆત પહેલા સરફરાઝ ખાન ઈરાની ટ્રોફી મેચ રમવા ગયો હતો. જેમાં તેણે પોતાના બેટથી બેવડી સદી ફટકારી હતી.