June 30, 2024

રોહિત શર્મા તોડ્યો ધોનીનો રેકોર્ડ, ICC ટૂર્નામેન્ટમાં આ સિદ્ધિ મેળવનાર ભારતનો પ્રથમ કેપ્ટન

Team India T20 World Cup 2024: ટીમ ઈન્ડિયાની જીત સાથે તેના કપ્તાન રોહિત શર્માએ કેપ્ટન તરીકે એક મોટો રેકોર્ડ બનાવ્યો છે. તેણે એક ખાસ યાદીમાં ધોનીને પણ પાછળ છોડી દીધો છે. રોહિત ગઈ કાલની મેચ બાદ T20Iમાં સૌથી વધુ મેચ જીતનાર કેપ્ટન પણ બની ગયો છે.

ફાઇનલમાં પહોંચી ગઈ
ટીમ ઈન્ડિયા T20 વર્લ્ડ કપ 2024ની ફાઇનલમાં પહોંચી ગઈ છે. ગયાનાના પ્રોવિડન્સ સ્ટેડિયમમાં આ મેચનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડને 68 રનથી હરાવી દીધું છે. આ વખતની સિઝનમાં ટીમ ઈન્ડિયાનું પ્રદર્શન જોરદાર જોવા મળી રહ્યું છે. એક પણ મેચમાં હાર વિના ફાઇનલમાં પહોંચી ગયું છે. T20 વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચતાની સાથે જ રોહિત શર્માએ એક ખાસ રેકોર્ડ બનાવ્યો છે.

આ પણ વાંચો: T20 World Cup 2024 Semi Final: ભારત ફાઇનલમાં પહોંચ્યું; ઇંગ્લેન્ડ પહેલીવાર સેમિફાઇનલ હાર્યું

બાબર આઝમને પાછળ છોડી દીધો
T20I ક્રિકેટમાં કેપ્ટન તરીકે રોહિત શર્માની આ 49મી જીત છે. આ સાથે તે T20Iમાં સૌથી વધુ મેચ જીતનાર કેપ્ટન બની ગયો છે. બાબર આઝમને પણ તેણે પાછળ છોડી દીધો છે.બાબરની કપ્તાની હેઠળ કેપ્ટન્સીમાં પાકિસ્તાને 48 મેચ જીતી છે. પરંતુ હવે તેનાથી રોહિત આગળ છે. T20Iમાં કેપ્ટન તરીકે સૌથી વધુ જીત મેળવનાર ખેલાડીની વાત કરવામાં આવે તો 49 જીત – રોહિત શર્મા, 48 જીત – બાબર આઝમ, 45 જીત – બ્રાયન મસાબા, 44 જીત – ઇઓન મોર્ગન , 42 જીત – અસગર અફઘાન, 42 જીત – એમએસ ધોની છે.