રોહિત શર્માએ બાંગ્લાદેશ સિરીઝ પહેલાં શેર કર્યો ફની વીડિયો

Rohit Sharma: ટીમ ઈન્ડિયાનો કેપ્ટન રોહિત શર્મા આ દિવસોમાં પોતાની ફિટનેસ પર ઘણી મહેનત કરી રહ્યો છે. જેનો વીડિયો પણ વાયરલ થયો હતો. રોહિતે તેના ઈન્સ્ટાગ્રામ પર ફરી એક વીડિયો શેર કર્યો છે. જેમાં રોહિતનો અલગ લૂક જોવા મળી રહ્યો હતો. આ વીડિયોમાં લોકો અલગ અલગ પ્રકારની કોમેન્ટ કરી રહ્યા છે. રોહિત સોશિયલ મીડિયા પર ખાસ એક્ટિવ જોવા મળતો નથી, પરંતુ તે જ્યારે પણ પોસ્ટ મૂકે છે ત્યારે તેની ચર્ચાઓ ચોક્કસ થાય છે.
રોહિત શર્મા મસ્તીના મૂડમાં
ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા આ દિવસોમાં બ્રેકમાં જોવા મળી રહ્યો છે. રોહિત શર્મા હવે બાંગ્લાદેશ સામેની ટેસ્ટ સિરીઝમાં દરમિયાન એક્શનમાં જોવા મળશે. આ સિરીઝ પહેલા તે તેની ફિટનેસ પર મહેનત કરી રહ્યો છે. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર તે શેર કરે છે. આ વચ્ચે રોહિતે ફરી ઈન્સ્ટાગ્રામ પર વર્કઆઉટ કરતો એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં તે વર્કઆઉટ કરતો જોવા મળી રહ્યો છે. વર્કઆઉટ દરમિયાન તે તેના મિત્રો સાથે મસ્તી કરતો જોવા મળે છે.
View this post on Instagram
આ પણ વાંચો: DPL 2024 Final: ઈસ્ટ દિલ્હી રાઈડર્સે દિલ્હી પ્રીમિયર લીગ જીતી
રોહિત શર્મા સામે મોટો પડકાર
રોહિત શર્માની કપ્તાનીમાં રમી રહેલી ભારતીય ક્રિકેટ ટીમ માટે આવનારા દિવસો પડકારોથી ભરેલા જોવા મળશે. ભારતીય ટીમ 19 સપ્ટેમ્બરથી બાંગ્લાદેશ સામે ટેસ્ટ સિરીઝની પહેલી મેચ રમશે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલને ધ્યાનમાં લઈએ તો આ સિરીઝ ભારતીય ટીમ માટે ઘણી મહત્વની રહેવાની છે. ટીમ ભારત ઓસ્ટ્રેલિયાના પ્રવાસે જવાની છે. આ વચ્ચે રોહિતના અલગ અલગ વીડિયો વાયરલ થઈ રહ્યા છે.